પિતૃપક્ષમાં આવતી સર્વપિતૃ અમાસને પિતૃઓની વિદાયનો સમય માનવામાં આવે છે. આ તિથિએ શ્રાદ્ધ એવા મૃત પરિવારના સભ્યો માટે કરવામાં આવે છે કે જેમની મૃત્યુ તારીખ આપણે ભૂલી ગયા છીએ અથવા જેમનું મૃત્યુ અમાસ, પૂર્ણિમા અથવા ચતુર્દશી તિથિએ થયું છે. આ ઉપરાંત, આ તિથિ ક્રોધિત પૂર્વજોને શાંત કરવા અને તેમના આશીર્વાદ મેળવવાની છેલ્લી તક પણ છે.
પિતૃપક્ષમાં 15 દિવસ તર્પણ,પિંડદાન અને શ્રાદ્ધ કર્મનું વિશેષ મહત્ત્વ
પિતૃપક્ષમાં 15 દિવસ તર્પણ,પિંડદાન અને શ્રાદ્ધ કર્મનું વિશેષ મહત્ત્વ છે. વર્ષમાં યમરાજ 15 દિવસ પિતૃઓને પૃથ્વી પર આવવાની પરવાનગી આપે છે પિૃતઓ આ શ્રાદ્ધના દિવસોમાં પૃથ્વી પર આવે છે અને આપણને આશિર્વાદ આપી જાય છે. આ વખતે અસામની સાથે વર્ષનુ અંતિમ સૂર્ય ગ્રહણ છે જો કે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહી તેથી પાળવાનું રહેશે નહી. સૂતક લાગશે નહી.
સર્વ પિતૃ અમાસ મુહૂર્ત
અશ્વિન મહિનાની અમાસ તિથિ 01 ઓક્ટોબર, 2024 ના રોજ રાત્રે 09:39 વાગ્યે શરૂ થઈ રહી છે. ઉપરાંત, આ તિથિ 03 ઓક્ટોબરે બપોરે 12:18 વાગ્યે સમાપ્ત થઈ રહી છે. સર્વપિતૃ અમાસ 02 ઓક્ટોબર, બુધવારે ઉજવવામાં આવશે.
કુતુપ મુહૂર્ત – સવારે 11:46 થી બપોરે 12:34 સુધી
રોહીણી મુહૂર્ત – બપોરે 12:34 થી 13:21 સુધી
અપરાજી મુહૂર્ત – બપોરે 13:21 થી 15:43 સુધી
આ રીતે પૂર્વજોને વિદાય આપવી
સર્વપિતૃ અમાસના દિવસે સવારે વહેલા ઊઠીને પવિત્ર નદીમાં સ્નાન કરવું. જો આમ કરવું શક્ય ન હોય તો, તમે ઘરમાં ગંગા જળને પાણીમાં મિક્ષ કરીને પણ સ્નાન કરી શકો છો. આ પછી પિતૃઓ માટે તર્પણ અને પિંડ દાન કરો. તેમજ આ દિવસે પંચબલી એટલે કે ગાય, શ્વાન, કાગડા, દેવ અને કીડીને ભોજન આપો. જેને પંચબલી કહે છે. ભોજનનો એક ભાગ બાળકો અને વડિલોને તેમજ એક બાગ બ્રાહ્મણોને અર્પણ કરો. ખાસ ધ્યાન રાખો કે કોઇનું મન ન દુભાય.
સર્વપિતૃ અમાસના ભોજન અર્પણ કરતી વખતે ખીર પુરી તૈયાર કરવી
સર્વપિતૃ અમાસના ભોજન અર્પણ કરતી વખતે ખીર પુરી તૈયાર કરવી જોઈએ. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને, આપણા પૂર્વજો સંતુષ્ટ થઈને તેમના પિતૃગૃહમાં પાછા ફરે છે અને આપણને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.