ક્રિકેટના ભગવાન કહેવાતા ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર આજે પણ તેના ફેન્સના પ્રિય છે. ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ પણ તેની પોપ્યુલારિટીમાં કોઈ ઘટાડો થયો નથી. ફેન્સ સચિન તેંડુલકરને તેમજ તેના પરિવારને ખૂબ પસંદ કરે છે અને તેને ફોલો કરે છે. સારા તેંડુલકરની પોસ્ટમાં ફેન્સ પણ તેમના ફેવરિટ ક્રિકેટર સચિન તેંડુલકર પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે. સચિન તેંડુલકર છેલ્લા બે-ત્રણ વર્ષમાં સોશિયલ મીડિયા પર લોકપ્રિય સ્ટાર પણ બની ગયો છે.
સારા કરી રહી છે સમસ્યાનો સામનો
સારા કોઈ પણ તસવીર કે વીડિયો શેર કરે છે, તે તરત જ વાયરલ થઈ જાય છે. સુંદરતાની બાબતમાં સારા બોલીવુડ સ્ટાર્સને પણ ટક્કર આપે છે. માત્ર સુંદરતા જ નહીં પરંતુ અભ્યાસ અને ફેશન સેન્સના મામલે પણ તે કોઈથી ઓછી નથી. ફેન્સ પણ સારાને ખૂબ પસંદ કરે છે. સારા દરેક નાની-મોટી વાત અને સમસ્યા પોતાના ફેન્સ સાથે શેર કરે છે. આ દરમિયાન સારાના જીવનમાં અચાનક એક સમસ્યા ઉભી થઈ છે, જેના કારણે સારાએ ફેન્સ પાસેથી સલાહ માગી છે.
સારાએ સોશિયલ મીડિયા પર ફેન્સ પાસેથી માગી સલાહ
સારા તેંડુલકરે ગઈકાલે સાંજે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરી હતી, જેમાં તેને વાંકડિયા વાળ સાથે પોતાની ચાર તસવીરો શેર કરી હતી. સારાએ સ્ટોરી પર લખ્યું છે કે મારા વાળ અચાનક વાંકડિયા થઈ ગયા છે અને મને ખબર નથી કે તેને કેવી રીતે મેનેજ કરવા. આ રીતે, સારાએ તેના વાંકડિયા વાળને લઈને ફેન્સ પાસેથી સલાહ માંગી છે, જો કોઈની પાસે આ વાળને મેનેજ કરવા માટે કોઈ ટિપ્સ, કોઈ હેક, કોઈ સલાહ હોય, તો તેનું સ્વાગત છે. સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, ફેન્સ પણ તેને ખૂબ પસંદ કરે છે. હવે જો સારાએ તેના ફેન્સ પાસેથી સલાહ માગી છે તો ફેન્સ આ તક કેવી રીતે ગુમાવશે. દેખીતી રીતે ફેન્સ તેમના વિચારો શેર કરશે.