સાનિયા અને બોપન્ના મિક્સ ડબલ્સના બીજા રાઉન્ડમાં

0

[ad_1]

  • ભારતીય જોડીએ શાનદાર રિધમ સાથે પ્રદર્શન કરવા ઉપરાંત મેચમાં પાંચ એસ ફટકાર્યા
  • મેન્સ ડબલ્સમાં પણ ભારતને સફળતા મળી હતી
  • ભારત માટે 2016માં કોઈ ખેલાડીએ છેલ્લી વખત ગ્રાન્ડસ્લેમ જીત્યો

ભારતના અનુભવી ખેલાડી સાનિયા મિર્ઝા અને રોહન બોપન્નાએ ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટની મિક્સ ડબલ્સમાં વિજયી પ્રારંભ કર્યો હતો. સાનિયા અને રોહનની જોડીએ પ્રથમ રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાના જેમી ફોરેલી તથા લૂક સેવિલની જોડીને સીધા સેટમાં 7-5, 6-3થી પરાજય આપ્યો હતો. ભારતીય જોડીએ શાનદાર રિધમ સાથે પ્રદર્શન કરવા ઉપરાંત મેચમાં પાંચ એસ ફટકાર્યા હતા. વિજય બાદ બંને ખેલાડીઓ પોતાના બાળકોને લઈને કોર્ટ ઉપર આવ્યા હતા અને સમર્થકોને ઓટોગ્રાફ પણ આપ્યા હતા. મેન્સ ડબલ્સમાં પણ ભારતને સફળતા મળી હતી. જીવન નેદુન્જેગિયન અને શ્રીરામ બાલાજીની જોડીએ ટૂર્નામેન્ટનો મેજર અપસેટ સર્જીને પાંચમા ક્રમાંકિત ક્રોએશિયાના ઇવાન ડોડિંગ તથા અમેરિકાના ઓસ્ટિન ક્રેજિસેકને 7-6, 2-6, 6-4થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. ઇવાન અને ઓસ્ટિનની જોડી ગયા વર્ષે ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમમાં રનર્સ-અપ બની હતી. ઇવાને 2021માં ઓસ્ટ્રેલિયન ઓપનમાં મેન્સ ડબલ્સનો ગ્રાન્ડસ્લેમ પણ જીત્યો હતો. ભારત માટે 2016માં કોઈ ખેલાડીએ છેલ્લી વખત ગ્રાન્ડસ્લેમ જીત્યો હતો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *