સુરતમાં સંદેશ ગ્રુપ દ્વારા પતંગોત્સવનું આયોજન કરાયું. સંદેશ આયોજિત પતંગોત્સવમાં રાજ્યના મંત્રીઓએ હાજરી આપી. પતંગોત્સવની આ ઉજવણીમાં રાજ્યકક્ષાના મંત્રીઓએ દિવ્યાંગ બાળકો સાથે ઉજવણી કરી. પતંગોત્વસવની ઉજવણીમાં બાળકોએ પતંગ ચગાવવા સાથે DJના તાલ પર પણ ઝૂમ્યા હતા.
2200 જેટલા બાળકોએ ભાગ લીધો
સુરત શહેરમાં સંદેશ ગુપ તરફથી સંદેશના CMD ફાલ્ગુન પટેલ સરના જન્મ દિવસે પતંગ ઉત્સવનું આયોજન કરાયું હતું. આ ઉત્સવમાં ઈશ્વરની અમૂલ્ય ભેટ એવા એવા દિવ્યાંગ બાળકો સાથે પતંગ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. પતંગોત્સવ વની ઉજવણીમાં દિવ્યાંગ બાળકોએ ખાસ મહેમાનો સાથે પતંગ ચગાવવાનો આનંદ માણ્યો. આ ઉજવણીમાં અંદાજે 2200 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. ઉપરાંત શહેરના નામી લોકો એ પણ આ પસંગોત્સવની ઉજવણીમાં હાજરી આપી. બાળકોએ કેક કાપી સંદેશના MD ફાલ્ગુન પટેલની જન્મ દિવસની ઉજવણી કરી.
પતંગોત્સવમાં ખાસ મહેમાનોની હાજરી
સંદેશ પરિવાર તરફથી પતંગોત્સવના આયોજનમાં તંત્રી કૃષ્ણકાંત ઉનડકટ ઉપરાંત ખાસ મહેમાનોને પણ હાજરી આપી. આ ઉજવણીમાં ખાસ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ અને રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્ય મંત્રી મુકેશ પટેલે હાજરી આપી દિવ્યાંગ બાળકો સાથે પતંગ ચગાવી તેમનો જુસ્સો વધાર્યો. હર્ષ સંઘવીનો દિવ્યાંગ બાળકો પ્રત્યે પહેલેથી જ અનોખો પ્રેમ રહ્યો છે. પતંગ ચગાવા સાથે બાળકો સાથે DJના તાલ પર ઝૂમી ઉઠ્યા હતા.