બંગાળની ખાડીમાં વાવાઝોડા ફેંગલે વિકરાળ રૂપ ધારણ કર્યું છે. દરિયામાં ભયાવહ મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. વાવાઝોડાની અસરને પગલે તમિલનાડુમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. સાંજે પોંડિચેરી અને તમિલનાડુ વચ્ચે વાવાઝોડું ટકરાઈ શકે છે. 90 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તમિલનાડુમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. સતર્કતાના ભાગ રૂપે NDRF અને SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.