25.5 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ઓક્ટોબર 10, 2024
25.5 C
Surat
ગુરુવાર, ઓક્ટોબર 10, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeટેકનોલોજીમફત નહીં રહી સેમસંગ ગેલેક્સી AI સર્વિસ: ૨૦૨૫થી શરૂ થઈ શકે ચાર્જિસ...

મફત નહીં રહી સેમસંગ ગેલેક્સી AI સર્વિસ: ૨૦૨૫થી શરૂ થઈ શકે ચાર્જિસ | Samsung may charge users for using galaxy AI from 2025


Galaxy AI Charge: સેમસંગના યુઝર્સ માટે એક દુખના સમાચાર છે. સેમસંગ હવે તેની ગેલેક્સી AIની સર્વિસનો ઉપયોગ કરવા માટે પૈસા ચાર્જ કરશે એવું લાગી રહ્યું છે. સેમસંગ દ્વારા તેના ગેલેક્સી AIને લોન્ચ કરવામાં આવ્યું હતું, જે ઘણી બધી સેવા પૂરી પાડી શકે છે. યુઝર માટે આ સર્વિસનો ઉપયોગ કરવાથી કામ વધુ સરળ થઈ ગયું છે.

પૈસે દો, યુઝ કરો

સેમસંગ તેની ગેલેક્સી AI ફીચર્સની સર્વિસમાં બદલાવ કરવા જઈ રહી છે. આ સેવા હાલમાં સેમસંગ દ્વારા તેના યુઝર્સને ફ્રીમાં આપવામાં આવી રહી છે. જોકે બહુ જલદી એટલે કે 2025થી એમાં બદલાવ કરવામાં આવશે એવી શક્યતા છે. સેમસંગ દરેક ફીચર નહીં, પરંતુ કેટલાક હાઇ-એન્ડ ફીચર્સ માટે પૈસા ચાર્જ કરવાનું પ્લાનિંગ કરી રહી છે.

ગેલેક્સી 24 FE

સેમસંગ દ્વારા હાલમાં જ ગેલેક્સી 24 FE લોન્ચ કરવામાં આવ્યો છે. આ લોન્ચ સાથે કહેવામાં આવ્યું છે કે યુઝર ગેલેક્સી AIનો ઉપયોગ 2025 સુધી એટલે કે આ વર્ષના અંત સુધી ફ્રીમાં કરી શકશે. ત્યાર બાદ તમામ ફીચર્સનો ઉપયોગ કરવા માટે પૈસા ચાર્જ કરવામાં આવશે એવું લાગી રહ્યું છે. સેમસંગે આ વિશે કોઈ જાહેરાત નથી કરી, પરંતુ ફ્રીમાં ઉપયોગ કરવા માટે એક ટાઇમ લિમિટ આપી હોવાથી એવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો: દુનિયાભરના ગેમર્સ અટવાયા, પ્લે સ્ટેશનનું ગ્લોબલ આઉટેજ થતાં સોની તાબડતોડ કામે લાગ્યું

મફત નહીં રહી સેમસંગ ગેલેક્સી AI સર્વિસ: ૨૦૨૫થી શરૂ થઈ શકે ચાર્જિસ 2 - image

થર્ડ પાર્ટી માટે કોઈ ચાર્જ નહીં

સેમસંગે તેના ગેલેક્સી AIમાં કેટલાક એવા ફીચર્સનો પણ સમાવેશ કર્યો છે જે થર્ડ પાર્ટી કંપની સાથે રજૂ કરવામાં આવ્યાં છે. ઉદાહરણ તરીકે સેમસંગે ગૂગલ સાથે મળીને સર્ચ ફીચરમાં ગૂગલ સર્કલનો ઉપયોગ કર્યો છે. આથી સેમસંગ તેની પોતાની તમામ ગેલેક્સી AIને ચાર્જ કરે તો પણ થર્ડ પાર્ટી દ્વારા જે સેવા આપવામાં આવી રહી છે એનો ઉપયોગ યુઝર ફ્રીમાં કરી શકશે.

આ પણ વાંચો: સ્પામ મેલથી ઇનબોક્સ ફૂલ થઈ ગયું છે? તો આ રીતે અનસબસ્ક્રાઇબ કરો ઇમેલ એડ્રેસ…

અન્ય કંપનીઓ પણ કરે છે ચાર્જ

ChatGPTના એડવાન્સ ફીચર હોય કે પછી ગૂગલ જેમિનીના એડવાન્સ ફીચર હોય, દરેક કંપની આ સર્વિસનો ઉપયોગ કરવા માટે પૈસા ચાર્જ કરે છે. એપલ ઇન્ટેલિજન્સ પણ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચર હાલમાં અમુક ડિવાઇઝ પૂરતા મર્યાદિત છે. જોકે એનો ઉપયોગ હજી યુઝર નથી કરી રહ્યા અને એ આગામી અપડેટ દ્વારા રજૂ કરવામાં આવશે. આથી આ ફીચર એક વાર રિલીઝ થયા બાદ એપલ પણ તેના AI માટે ચાર્જ કરશે કે કેમ એ નક્કી થશે. જોકે એવી પણ ચર્ચા હતી કે એપલ એક મહિના માટે 1500 રૂપિયા ચાર્જ કરશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય