સચિનનો માથાભારે જમીન દલાલ ફિલ્મી સ્ટાઇલમાં કમર પર પિસ્ટલ લટકાવી ફરતા પકડાયો

0

[ad_1]

Updated: Jan 30th, 2023

– દલાલ વિરૂધ્ધ કડોદરા, સચિન, સચિન જીઆઇડીસી પોલીસમાં ચાર મારામારીના ગુનાઃ સ્વબચાવ માટે યુપીવાસી મિત્ર પાસેથી દોઢ મહિના અગાઉ પિસ્ટલ ખરીદયાની કબૂલાત

સુરત
સચિન રેલવે ગરનાળા નજીક કોમ્યુનિટી હોલ પાસેથી બે કાર્ટીસથી લોડેડ પિસ્ટલ ફિલ્મી સ્ટાઇલમાં કમરના ભાગે લટકાવી કારમાં જઇ રહેલા માથાભારે જમીન દલાલને સચિન પોલીસે ઝડપી પાડી કાર, પિસ્ટલ અને કાર્ટીસ સહિત કુલ રૂ. 5.25 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે.
બાતમીના આધારે પોલીસે સચિન હાઉસીંગથી રેલવે ગરનાળા તરફ જવાના રોડ સ્થિત કોમ્યુનિટી હોલ પાસે વોચ ગોઠવી કાર નં. જીજે-5 આરક્યુ-4349 ને અટકાવી જમીન દલાલ અમીત રાજુ રાઠોડ (ભરવાડ) (ઉ.વ. 23 રહે. ગોકુલનગર સોસાયટી, પારડી કણદે, સચિન અને મૂળ. રતનપુર, તા. વલ્લભીપુર, જિ. ભાવનગર) ની તલાશી લીધી હતી. જેમાં કમરની પાછળના ભાગે દેશી બનાવટની પિસ્ટલ બે કાર્ટીસથી લોડેડ હાલતમાં મળી આવી હતી.

ગેરકાયદે પિસ્ટલ લઇને ફરતા જમીન દલાલ અમીતની પૂછપરછમાં સચિન વિસ્તારમાં રહેતા તેના મિત્ર સનીકુમાર વિજય પટેલ યુ.પીથી લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. ઉલ્લેખનીય છે કે જમીન દલાલ અમીત વિરૂધ્ધ સુરત જિલ્લાના કડોદરા ઉપરાંત સુરત સિટીના સચિન, સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં મારામારીના 4 ગુના નોંધાયા છે. અમીતે એવી પણ કબૂલાત કરી હતી કે મારા ઉપર વારંવાર હુમલો થતા હોવાથી સ્વબચાવ માટે મિત્ર સનીકુમાર પાસેથી રૂ. 25 હજારમાં પિસ્ટલ ખરીદી હતી. પોલીસે અમીતની પૂછપરછના આધારે સનીકુમારને પણ ડિટેઇન કર્યો છે. પોલીસે કાર, પિસ્ટલ, મોબાઇલ ફોન મળી કુલ રૂ. 5.25 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *