સાબરમતી પ્રદૂષણ વિવાદ : ગેરકાયદે જોડાણ સામે કડક પગલાં લેવાનો હાઈકોર્ટનો આદેશ

0

[ad_1]

 • અમદાવાદ મેગા ક્લીન એસોસિયેશનને પણ જવાબ રજૂ કરવા નિર્દેશ
 • મેગા પાઈપલાઇનમાં આશિમાને જોડાણ સામે GPCB, AMCનો ઉગ્ર વિરોધ
 • આ કેસની વધુ સુનાવણી ત્રીજી ફેબ્રુઆરીએ હાથ ધરાશે

સાબરમતી નદીમાં થતા પ્રદુષણ મુદ્દે હાઈકોર્ટે કરેલી સુઓમોટો જાહેરહિતની અરજીમાં હાઈકોર્ટની ખંડપીઠે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નિર્દેશ આપ્યા છે કે મેગા પાઈપલાઈન કે સુએઝ લાઈનમાં ગેરકાયદેસર જોડાણ કરનાર સામે કડક હાથે પગલા લેવામાં આવે. આ ઉપરાંત, હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે, અમદાવાદ મેગા ક્લીન એસોસિએશન ( AMCછ-એમકા) અને આશિમા કંપની જવાબ રજૂ કરો. આ કેસની વધુ સુનાવણી ત્રીજી ફેબ્રુઆરીએ હાથ ધરાશે. એમકાએ રજૂઆત કરેલી કે તેમનુ કામ કોઈને સમાવવા કે નહીં તે અંગે નિર્ણય લેવાનુ છે. આ પહેલા જીપીસીબી અને એએમસી મંજૂરી આપે છે.

એએમસીની રજૂઆત

 • સુએઝ લાઈનમાં ઉદ્યોગોને પ્રદુષિત પાણી છોડવા મંજૂરી નથી
 • ઉદ્યોગો તેમના વાહનોથી ટ્રીટેડ પાણી મેગા પાઈપલાઈનમાં છોડે
 • જે ઉદ્યોગો તેમનો કચરો મેનેજ કરી ન શકે તેને મંજૂરી નહીં
 • જાન્યુઆરીમાં 71 ગેરકાયદેસર જોડાણ કાપ્યા
 • મેગા પાઈપલાઈનના સંચાલકો તેનુ ધ્યાન રાખે
 • એએમસી તમામ મદદ કરવા તૈયાર
 • ઉદ્યોગો ઝેડએલડી સાથે કામ કરે.

જીપીસીબીની રજૂઆત

 • મેગાપાઈપ લાઈન ડિસ્ચાર્જ પોઈંટ પર વધુ ભારણ લેવા સક્ષમ નથી
 • એએમસી દ્વારા ગેરકાયદેસર જોડાણ કાપ્યા બાદ લોકો ફરીથી જોડે છે
 • ઔદ્યોગિક એકમો કોંક્રિટ પ્લાન રજૂ કરે
 • મેગાપાઈપ લાઈનમાં જોડાણની મંજૂરી આપી ન શકાય

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *