યુક્રેનમાં પુતિનના યુદ્ધવિરામનો ભંગ, રશિયાએ ડોનબાસમાં હુમલો કરવાનો આરોપ લગાવ્યો

0

[ad_1]

  • રશિયન સમર્થિત બળવાખોરોએ નાગરિક વસાહતો પર હુમલા કર્યા
  • યુદ્ધવિરામમાં શાંતિની શક્યતાઓ પૂરી રીતે સમાપ્ત થવાની આશા
  • એર ડિફેન્સ મિસાઈલોએ યુક્રેનિયન Su-25 ફાઈટર જેટને પણ નષ્ટ કર્યું

રશિયા અને યુક્રેન એકબીજા પર યુદ્ધવિરામનો ભંગ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, ઓર્થોડોક્સ ક્રિસમસ યુદ્ધવિરામનું રશિયન પક્ષ પાલન કરવા છતાં યુક્રેનિયન દળોએ ડોનબાસમાં નાગરિક વસાહતો અને રશિયન સૈન્ય પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું હતું. તે જ સમયે, યુક્રેને દાવો કર્યો છે કે, રશિયા પોતે યુદ્ધવિરામનું પાલન કરી રહ્યું નથી. તેનો આરોપ છે કે, રશિયન સમર્થિત બળવાખોરોએ નાગરિક વસાહતો પર હુમલા કર્યા છે. આવી સ્થિતિમાં યુદ્ધવિરામમાં શાંતિની શક્યતાઓ પૂરી રીતે સમાપ્ત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

રશિયન સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું

રશિયન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, યુદ્ધવિરામના 24 કલાક પહેલા રશિયન દળોએ યુક્રેનિયન સૈનિકો, ટેન્ક, સશસ્ત્ર કર્મચારી કેરિયર્સ, યુએસ નિર્મિત આર્ટિલરી, ટ્રક અને મિસાઈલોને તોડી પાડ્યા હતા. આ સિવાય એક S-300 રડારને પણ હવાઈ હુમલામાં નષ્ટ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. રશિયાએ કહ્યું હતું કે, તેની એર ડિફેન્સ મિસાઈલોએ યુક્રેનિયન Su-25 ફાઈટર જેટને પણ નષ્ટ કરી દીધું હતું.

યુક્રેને આ પ્રસ્તાવને પહેલા જ ફગાવી દીધો

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કીએ પહેલેથી જ રશિયન ઓર્થોડોક્સ ચર્ચના પેટ્રિઆર્ક કિરીલ દ્વારા પ્રસ્તાવિત ક્રિસમસ યુદ્ધવિરામનો અસ્વીકાર કર્યો છે. તેમના પ્રવક્તાએ કહ્યું કે, રશિયન ચર્ચ યુક્રેન યુદ્ધને સમર્થન આપી રહ્યું છે. તેઓ યુક્રેનિયન નાગરિકો સામે હિંસા ભડકાવવાના દોષિત છે. આવી સ્થિતિમાં તેમનો પ્રસ્તાવ સ્વીકારવાનો કોઈ અર્થ નથી. યુક્રેને એમ પણ કહ્યું હતું કે, રશિયન ઓર્થોડોક્સ ચર્ચ વિશ્વભરના ઓર્થોડોક્સ ખ્રિસ્તીઓનું પ્રતિનિધિત્વ નથી. આવી સ્થિતિમાં, અમે તેમના પ્રસ્તાવને સ્વીકારવા માટે મજબૂર નથી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *