19 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ડિસેમ્બર 9, 2024
19 C
Surat
સોમવાર, ડિસેમ્બર 9, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતGujaratમાં SPA માટે હવે નિયમો, આડા ધંધા બંધ ! વાંચો Inside Story

Gujaratમાં SPA માટે હવે નિયમો, આડા ધંધા બંધ ! વાંચો Inside Story


મસાજ અને સ્પા પાર્લરને લઈ CID ક્રાઈમે રાજય સરકારને સૂચનો કર્યા છે,જેમાં સીઆઈડી ક્રાઈમે રાજય સરકારને અલગ-અલગ 35 સૂચનો આપ્યા છે,દેહવેપારની પ્રવૃતિને અટકાવવાને લઈ રાજય સરકાર ટૂંક સમયમાં નવા નિયમો પણ જારી કરી શકે છે,સીઆઈડી ક્રાઈમે ગુજરાતમાં 35 જગ્યાએ દરોડા પાડયા અને અને 24 ગુના નોંધ્યા હતા.હવે આ મામલે રાજય સરકાર ટૂંક સમયમાં નિયમો પણ જારી કરી શકે છે.

જાણો શું છે નવા નિયમો

01-બંધ રૂમમાં સ્પા-મસાજ ન થવા જોઈએ

02-સ્પા માટે અઢી ફૂટ પહોંળું ટેબલ જરૂરી

03-સ્ત્રી-પુરુષ માટે અલગ રૂમ રાખવાનું પણ સૂચન

04-સ્પા-મસાજ સેન્ટર માટે એક પોર્ટલ કાર્યરત કરવા સૂચન

05-સ્પા-મસાજ સેન્ટરના માલિક, કર્મીઓની વિગતો રહેશે

સીઆઈડી ક્રાઈમે પાડયા હતા દરોડા

થોડા સમય પહેલાં સીઆઇડી ક્રાઇમે એકસાથે 35 જગ્યાએ દરોડા પાડીને 24 ગુનાઓ નોંધ્યા હતા. જેને ધ્યાનમાં લઇને આ બદીને રોકવા માટે ગુજરાતમાં શું કરવું જોઇએ તે અંગે રાજ્યના સી.આઇ.ડી. ક્રાઇમ વિભાગે સરકારને સૂચન કર્યા છે.રાજ્યમાં ચાલતા તમામ સ્પા-મસાજ સેન્ટર માટે ગૃહ વિભાગ હસ્તક એક પોર્ટલ કાર્યરત રહેશે. જેમાં તમામ સ્પા-મસાજ સેન્ટરના માલિક તથા કર્મચારીઓની સંપૂર્ણ વિગતો અપડેટ કરવાની રહેશે. આ વિગતોમાં નામ, ઉંમર, જાતિ (લિંગ), સંપૂર્ણ સરનામું (રાજ્ય સાથે), સંપૂર્ણ લાયકાત, નાગરિકતા, પાસપોર્ટ સાઇઝનો ફોટો વગેરે માહિતી ઉપલબ્ધ રહેશે. જો કર્મચારીઓ પાસે શિફ્ટ મુજબ કામગીરી કરાવવામાં આવતી હોય તો શિફ્ટ મુજબના કર્મચારીઓની વિગતો પણ દર્શાવવાની રહેશે.

કાચ લગાવવાના રહેશે

જ્યારે પણ સેન્ટરમાં કોઇ કર્મચારીના બદલે નવા કર્મચારી આવે તો તેની સંપૂર્ણ વિગત રોજેરોજ અપડેટ કરવાની રહેશે.બંધ રૂમોમાં સ્પા-મસાજ સેન્ટરની સેવાઓ આપવાની સ્પષ્ટ મનાઇ છે. જેનું અવશ્ય પાલન કરવાનું રહેશે.સ્પા -મસાજ સેન્ટરના રૂમોમાં લગાવાયેલા દરવાજાઓને બંધ કરવા માટે કોઇ સ્ટોપર કે બોલ્ટની વ્યવસ્થા ન હોવી જોઇએ. સેન્ટરમાં જાતે બંધ થાય (Auto Door Closure)ની વ્યવસ્થા ફરજિયાત હોવી જોઇએ.સ્પા-મસાજ સેન્ટરના રૂમોમાં લગાવવામાં આવેલા દરવાજાઓ તથા પાર્ટિશનની દીવાલોની અંદર શું ગતિવિધિ થઇ રહી છે તે ધૂંધળું દેખાય તે રીતના કાચ લગાવવાના રહેશે.

ત્રણ માસ સુધી સીસીટીવી કેમેરા જાળવવા પડશે

કામકાજના કલાકો દરમિયાન સ્પા-મસાજ સેન્ટરના બહારના દરવાજા ફરજિયાતપણે ખુલ્લા રાખવાના રહેશે.મસાજનું કામ કરવાવાળા, માલિશ કરવાવાળા દરેક વ્યક્તિની પાસે ફિઝિયોથેરાપી, એક્યુપ્રેશર અથવા વ્યવસાયિક સારવાર (ચિકિત્સા )નું અધિકૃત સંસ્થાનું માન્ય ડિગ્રી કે ડિપ્લોમાનું પ્રમાણપત્ર હોવું જોઇએ.સ્પા-મસાજ સેન્ટરના રૂમોમાં રાખવામાં આવતા મસાજ ટેબલની સાઇઝ ફિક્સ હોવી જોઇએ. જેની પહોળાઇ 28-30 ઇંચ તથા લંબાઇ 72 ઇંચથી વધારે ન હોવી જોઇએ. તેમ જ આ સિવાય બેડ, સોફા જેવું અન્ય કોઇ ફર્નિચર ન હોવું જોઇએ.રેકોર્ડિંગની સુવિધા સાથેના નાઇટ વિઝન સીસીટીવી કેમેરા એન્ટ્રી ગેટ, રિસેપ્શન રૂમ અને કોમન રૂમો તથા બહાર નીકળવાના દરવાજામાં લગાવવાના રહેશે. આ સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ ઓછામાં ઓછું ત્રણ માસ સુધી જાળવી રાખવાનું રહેશે.

કેટલા મીટર સુધી ખોલાશે સ્પા

સ્પા-મસાજ સેન્ટર માટે સ્થાનિક આરોગ્ય વિભાગ પાસેથી હેલ્થ ટ્રેડ લાઇસન્સ અવશ્ય મેળવવાનું રહેશે.સ્પા-મસાજ સેન્ટરમાં કામ કરનારા તમામ કર્મચારીઓને તેના માલિકે ઓળખકાર્ડ આપવાનું રહેશે. કર્મચારીએ તે ઓળખકાર્ડ પહેરી રાખવું પડશે.સ્પા-મસાજ સેન્ટર રહેણાંક વિસ્તાર, સ્કૂલ, કોલેજના 200 મીટરની આસપાસ ખોલી શકાશે નહીં.પુરુષ અને મહિલા સ્પા-મસાજ સેન્ટરના પરિસર, મકાન, રૂમ અલગ અલગ ભાગમાં વહેંચાયેલાં હશે અને તેની અંદર એન્ટ્રી માટે સ્પષ્ટ રીતે દર્શાવવાનું રહેશે. તેનું કોઇ ઇન્ટર કનેક્શન હોવું જોઇએ નહીં.

સવારે 7થી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લુ રહેશ સ્પા

સ્પા-મસાજ સેન્ટરમાં કામ કરતા હાઉસ કીપિંગ સહિત તમામ સ્ટાફના કર્મચારીઓની વિગતો સાથેનું રજિસ્ટર મેન્ટેન કરવું પડશે.સ્પા-મસાજ સેન્ટરમાં પુરુષો અને મહિલાઓ માટે કપડાં બદલવા ચેન્જિંગ રૂમ હોવા જોઇએ.સ્પા-મસાજ સેન્ટર સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકાશે.સ્પા-મસાજ સેન્ટરના પરિસરનો ઉપયોગ રહેણાકના હેતુ માટે ન થવો જોઇએ. પરિસરના કોઇપણ ભાગમાં રહેવા માટેનું આવાસ ન હોવું જોઇએ.આ ધંધા સાથે સંકળાયેલાં તમામ કર્મચારીઓની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઇએ.

માહિતી લગાવવાની રહેશે

લાયસન્સ આપનાર ઓથોરિટીએ લાઇસન્સ આપતાં પહેલાં તે પરિસરની સ્થળ ચકાસણીની સાથોસાથ સ્પા-મસાજ સેન્ટરના માલિક અથવા ચલાવનારનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત મેળવવાનું રહેશે.દરેક સેન્ટરનું નામ, લાઇસન્સની સંખ્યા, લાઇસન્સની માહિતી, કામકાજના કલાકો વગેરે તેના પરિસર અથવા રૂમની બહાર જાહેરમાં સ્પષ્ટ રીતે દેખાય તે મુજબ બોર્ડ લગાવવાનું રહેશે.લાયસન્સ, માલિક કે ચલાવનાર, કર્મચારી, કામકાજના કલાકો તથા પ્રત્યેક મસાજ-માલિશની નક્કી કરેલી રકમ, ઉપલબ્ધ સેવાઓ તથા માલિશના પ્રકારોની માહિતી જાહેરમાં દેખાય તે રીતે લગાવવાની રહેશે.

હેલ્પલાઈન નંબર પણ દર્શાવો

સેન્ટરના રિસેપ્શન એરિયામાં અંગ્રેજી અને ગુજરાતી બન્ને ભાષામાં ડિસ્પ્લે બોર્ડ લગાવવું પડશે. જેમાં પરિસરની સાઇટ યોજના, તબક્કાવાર મહિલા અને પુરુષ બિસ્તરની સંખ્યા, કર્મચારીઓના હોદ્દા તથા તેની યોગ્યતા સાથેની માહિતી તેમ જ ગ્રાહકો માટે હેલ્પ લાઇન નંબર 112 અને 181ની જાણકારી દર્શાવવાની રહેશે.વિદેશી નાગરિક જો સ્પા-મસાજ સેન્ટરમાં કામ કરતાં હોય તો તેઓ કયા દેશના વતની છે, તે ભારત ક્યારે આવ્યા, કયા પ્રકારના વિઝાના આધારે આવેલા છે, વિઝાની શરતોમાં કોઇ ચોક્કસ વિસ્તાર, સ્થળે જ રહેવાની કે કામ કરવાની કોઇ શરત હોય તો તે શરતનું પાલન થાય છે કે કેમ? વિઝાની મુદ્દત ક્યારે પૂરી થાય છે? આ તમામ વિગતો તપાસવાની રહેશે.

વિદેશી કામ કરતા લોકોની માહિતી પણ આપવી પડશે

સ્પા-મસાજ સેન્ટરોમાં કામ કરતા વિદેશીઓએ ધ ફોરેનર્સ એક્ટ 1946ની જોગવાઇઓનું ફરજિયાત પાલન કરવાનું રહેશે.જે વિદેશી નાગરિક માન્ય વિઝાની કોઇપણ શરતોનો ભંગ કરતું કૃત્ય કરશે તો તેને 5 વર્ષ સુધી કેદની સજા અને દંડ થશે.સ્પા-મસાજ સેન્ટરના પરિસરમાં કે અંદરના ભાગે કોઇપણ પ્રકારની યૌન સંબંધિત ગતિવિધિ કરાશે તો તે ગેરકાયદેસર ગણાશે. આવી પ્રવૃત્તિને સહકાર આપવો તે પણ ગેરકાયદેસર ગણાશે.દરેક રૂમોમાં હવા ઊજાસની પૂરતી વ્યવસ્થા હોવી જોઇએ.સ્પા-મસાજ સેન્ટરમાં પાણીના પૂરતા નિકાલ અંગેની વ્યવસ્થાની સાથોસાથ પુરુષો અને મહિલાઓ માટે અલગ અલગ વોશરૂમની વ્યવસ્થા હોવી જોઇએ.

પોલીસ ક્લિયરિંગ સર્ટિફિકેટ જરૂરી

સ્પા-મસાજ સેન્ટરમાં અનૈતિક વેપાર (અટકાવવા) અધિનિયમ (ધ ઇમમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ)ની જોગવાઇઓમાં થયેલા કોઇપણ પ્રકારના ગુનાનું ઉલ્લંઘન થવું ન જોઇએ. હાલના કાયદાના નિયમો અને દિશા-નિર્દેશોનું પાલન થવું જોઇએ. જે અંગે બાંયધરી મેળવવાની રહેશે.સ્પા-મસાજ સેન્ટરમાં સાફસફાઇ, હાઉસ કીપિંગ વગેરે માટે જરૂરી કર્મચારીઓની નિમણૂક કરી સાફ-સફાઇ કરાવવી પડશે.સ્પા-મસાજ સેન્ટરના માલિક અથવા કર્મચારી કોઇ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ ન હોવો જોઇએ. યૌન અપરાધોથી બાળકોનું સંરક્ષણ (POCSO એક્ટ) હેઠળ સ્પા-મસાજ સેન્ટરના કોઇપણ કર્મચારી વિરુદ્ધ અગાઉ ગુનો દાખલ થયેલો ન હોવો જોઇએ. આ માટે સ્પા-મસાજ સેન્ટરના માલિક કે તેને ચલાવનારે કર્મચારીની નિમણૂક પહેલાં પોલીસ ક્લિયરિંગ સર્ટિફિકેટ (PCC) મેળવેલું હોવું જોઇએ.

સ્પા-મસાજ સેન્ટર ફક્ત માલિશના હેતુથી છે

જેમાં જો કોઇ ગ્રાહક, કર્મચારી, માલિક, સંચાલક દેહવેપાર સંબંધિત કોઇ ગુનાહિત પ્રવૃત્તિ કરતા મળી આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હેલ્પલાઇન નંબર 112 અને 181 ઉપર ફોન કરીને ફરિયાદ કરાશે.સેન્ટરમાં મહિલાઓના યૌનશોષણ અંગે યૌન ઉત્પીડન અધિનિયમ હેઠળ આંતરિક ફરિયાદ સમિતિની રચના કરવાની રહેશે. આ સમિતિના ગઠનની વિગતો મુખ્ય સ્થાન પર પ્રદર્શિત કરવાની રહેશે. આ ફરિયાદો અંગેનો રિપોર્ટ સંબંધિત અધિકારીઓને મોકલવાનો રહેશે.ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ આયોગ દ્વારા કોવિડ 19 કે અન્ય કોઇ બાબતે સમય સમય પર આવતી સૂચનાઓ-દિશાનિર્દેશોનું પાલન કરવાનું રહેશે.

બંધ રૂમમાં મસાજ નહીં કરાવી શકાય

રાજ્યમાં ચાલતા તમામ સ્પા-મસાજ સેન્ટર માટે ગૃહ વિભાગ હસ્તક એક પોર્ટલ કાર્યરત રહેશે. જેમાં તમામ સ્પા-મસાજ સેન્ટરના માલિક તથા કર્મચારીઓની સંપૂર્ણ વિગતો અપડેટ કરવાની રહેશે. આ વિગતોમાં નામ, ઉંમર, જાતિ (લિંગ), સંપૂર્ણ સરનામું (રાજ્ય સાથે), સંપૂર્ણ લાયકાત, નાગરિકતા, પાસપોર્ટ સાઇઝનો ફોટો વગેરે માહિતી ઉપલબ્ધ રહેશે. જો કર્મચારીઓ પાસે શિફ્ટ મુજબ કામગીરી કરાવવામાં આવતી હોય તો શિફ્ટ મુજબના કર્મચારીઓની વિગતો પણ દર્શાવવાની રહેશે. જ્યારે પણ સેન્ટરમાં કોઇ કર્મચારીના બદલે નવા કર્મચારી આવે તો તેની સંપૂર્ણ વિગત રોજેરોજ અપડેટ કરવાની રહેશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય