દર મહિને કંઇકને કંઇક નિયમો નવા આવે છે તો કોઇ નિયમોમાં ફેરફાર થાય છે. ત્યારે હવે એક ઓક્ટોબર નજીકમાં છે. ત્યારે ઑક્ટોબરમાં કયા નિયમોમાં ફેરફાર થવાનો છે. તે વિશે વાત કરીએ. કારણ કે હવે 1 ઑક્ટોબરને બે દિવસની જ વાર છે. આ નિયમોમાં ફેરફાર થતા સીધુ જ ખાતા ધારકો પર અસર પડવાની છે. કારણ કે 1 ઓક્ટોબર, 2024થી PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના અને NSC સહિત કેટલીક નાની બચત યોજનાઓના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે.
PPF હેઠળ 3 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. જો તમારું પણ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) હેઠળ ખાતું છે તો આવો જાણીએ કયા નિયમોમાં ફેરફાર થશે અને તેની શું અસર જોવા મળશે.
મહત્વનું છે કે નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે પોસ્ટ ઓફિસો દ્વારા ખોલવામાં આવેલા વર્તમાન પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ્સ (PPF) ને સુવ્યવસ્થિત કરવા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી. PPF નિયમોમાં આ ફેરફારો જે 1 ઓક્ટોબર, 2024 થી અમલમાં આવશે. પોસ્ટ ઓફિસ દ્વારા રાષ્ટ્રીય બચત યોજનાઓ હેઠળ સગીરોના નામે ખોલવામાં આવેલા PPF ખાતા, બહુવિધ PPF ખાતા અને બિન-નિવાસી ભારતીયો (NRIs) દ્વારા PPF ખાતાના વિસ્તરણ સાથે સંબંધિત છે. .
1. સગીરો માટે પીપીએફ ખાતું
સુધારેલા નિયમો અનુસાર સગીરના નામે ખોલવામાં આવેલા પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એકાઉન્ટ પર પોસ્ટ ઓફિસ બચત ખાતા વ્યાજ ત્યાં સુધી મળતુ રહેશે જ્યાં સુધી સગીર 18 વર્ષનો ન થઇ જાય. આવા એકાઉન્ટ માટે મેચ્યોરિટીની ગણતરી એ તારીખથી કરવામાં આવશે જ્યારે સગીર વયસ્યક બની જાય.
2. એકથી વધારે PPF ખાતાઓ પરના નિયમો
રોકાણકાર દ્વારા કોઇ પણ પોસ્ટ ઑફિસ કે એજન્સી બેકમાં પસંદ કરાયેલા પ્રાથમિક PPF એકાઉન્ટ પર યોજના દર અનુસાર વ્યાજ મળશે. શરત એ કે જમા રાશિ ર્ષિક મહત્તમ મર્યાદાથી વધુ ન હોવી જોઈએ. અને જો બીજા ખાતામાં બેલેન્સ હશે તો તે પહેલા ખાતા સાથે એકીકૃત થશે. જો કે આ એકાઉન્ટ હેઠળ જમા પૈસા પર વ્યાજ નહી આપવામાં આવે. માત્ર પ્રાથમિક એકાઉન્ટ પર યોજના હેઠળ જ વ્યાજ મળશે. બીજા ખાતા સિવાયના કોઈપણ વધારાના ખાતા પર ખાતું ખોલવાની તારીખથી શૂન્ય ટકા વ્યાજ દર મળશે.
3. NRIs માટે PPF એકાઉન્ટ્સ
1968 ની જાહેર ભવિષ્ય નિધિ યોજના (પીપીએફ) હેઠળ ખોલવામાં આવેલા પીપીએફ ખાતા ધારાવતા બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ) માટે, જ્યારે ખાતાધારકની રહેણાંક સ્થિતિ વિશે ફોર્મ H માં પૂછપરછ કરવામાં આવી ન હતી, ત્યારે 30 સપ્ટેમ્બર, 2024 સુધી લાગુ વ્યાજ દર POSA માર્ગદર્શિકા મુજબ રહેશે. આ પછી ખાતામાં શૂન્ય ટકા વ્યાજ દરે વ્યાજ મળવાનું શરૂ થશે.
PPF સ્કીમ વિશે કેટલીક ખાસ વાતો
નોંધનીય છે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એ કેન્દ્ર સરકારની લોકપ્રિય યોજનાઓમાંની એક છે. આ યોજના લોકોને લાંબા ગાળે સારો નફો આપે છે. તેની પાકતી મુદત 15 વર્ષ માટે છે, જે પૂર્ણ થયા બાદ તેને બીજા 5-5 વર્ષ માટે વધારી શકાય છે. આ સ્કીમની ખાસ વાત એ છે કે તે ટેક્સમાં છૂટનો લાભ આપે છે. આનાથી મળતા વ્યાજ પર કોઈ ટેક્સ લાગતો નથી. ઉપરાંત, કોઈપણ ભારતીય નાગરિક આ યોજના હેઠળ ખાતું ખોલાવી શકે છે. તમે ઓછામાં ઓછા રૂ. 500થી રોકાણ શરૂ કરી શકો છો અને વાર્ષિક મહત્તમ રૂ. 1.5 લાખ સુધીનું રોકાણ કરી શકો છો.