IPL 2025ની મેગા ઓક્શન વચ્ચે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની કેપ્ટનશીપને લઈને ટીમ ડિરેક્ટરે મોટું નિવેદન આપ્યું છે. આ નિવેદન બાદ એવી અટકળો શરૂ થઈ ગઈ છે કે ફરી એકવાર માત્ર વિરાટ કોહલી જ RCB ટીમની કપ્તાની સંભાળી શકે છે.
આરસીબીના ડાયરેક્ટર મો બોબટે કહ્યું કે આઈપીએલ મેગા ઓક્શનના પહેલા દિવસની સમાપ્તિ બાદ કોહલીએ રાત્રે ટીમ મેનેજમેન્ટને કેટલાક ખાસ મેસેજ મોકલ્યા હતા.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝનની બે દિવસીય મેગા ઓક્શન સાઉદી અરેબિયાના જેદ્દાહમાં હતો. આજે બીજા એટલે કે છેલ્લા દિવસે ઓક્શન પૂર્ણ થયો છે. આ દરમિયાન ટીમ ડાયરેક્ટરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની કેપ્ટનશિપને લઈને મોટું નિવેદન આપ્યું છે.
વિરાટ કોહલી બનશે આરસીબીનો કેપ્ટન?
આ નિવેદન બાદ એવી અટકળો શરૂ થઈ ગઈ છે કે ફરી એકવાર માત્ર વિરાટ કોહલી જ RCB ટીમની કપ્તાની સંભાળી શકે છે. આરસીબીના ડાયરેક્ટર મો બોબટે કહ્યું કે આઈપીએલ મેગા ઓક્શનના પહેલા દિવસની સમાપ્તિ બાદ કોહલીએ રાત્રે ટીમ મેનેજમેન્ટને કેટલાક ખાસ મેસેજ મોકલ્યા હતા.
કોહલી જ RCBની કેપ્ટનશીપ નક્કી કરશે
પોતાના મંતવ્યો આપતાં RCBના ડિરેક્ટરે કહ્યું કે મેનેજમેન્ટે ટીમની કેપ્ટનશિપનો નિર્ણય સંપૂર્ણપણે વિરાટ કોહલી પર છોડી દીધો છે. તે નક્કી કરશે કે તે ટીમની કેપ્ટનશીપ કરશે કે અન્ય કોઈ. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ટીમમાં કેપ્ટન કોઈ પણ હોય, ટીમનું શાસન કોહલી જ કરે છે.
RCB ડિરેક્ટરે કહી આ વાત
વાસ્તવમાં RCB ડિરેક્ટર મો બોબટે કહ્યું, ‘વિરાટ અમારી ટીમનો મહત્વપૂર્ણ સભ્ય છે. તે ટીમનો સિનિયર ખેલાડી છે. પરંતુ હવે અમે કેપ્ટનશિપનો નિર્ણય તેમના પર છોડી દીધો છે. તેણે ગઈકાલે અમને કેટલાક મોટા મેસેજ મોકલ્યા છે.
ડુ પ્લેસિસ અને મેક્સવેલને ખરીદવામાં આવ્યા ન હતા
RCBએ IPLના ઓક્શન પહેલા વિરાટ કોહલીને 21 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. કોહલી સિવાય આરસીબીએ રજત પાટીદારને રૂ. 11 કરોડમાં અને યશ દયાલને રૂ. 5 કરોડમાં રિટેન કર્યા હતા. બીજી તરફ RCBએ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ, ગ્લેન મેક્સવેલ અને મોહમ્મદ સિરાજને બહાર કર્યા હતા. ઓક્શનમાં પણ ત્રણેયને ખરીદવામાં આવ્યા ન હતા.
ભુવનેશ્વર કુમાર અને દેવદત્ત પડિકલની આરસીબીમાં એન્ટ્રી
RCBએ ઝડપી બોલર જોશ હેઝલવુડને સૌથી મોંઘી ખરીદી કરી છે. તેને 12.50 કરોડ રૂપિયાની બોલી લગાવીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ સિવાય ફિલ સોલ્ટને 11.50 કરોડ રૂપિયામાં, જીતેશ શર્માને 11 કરોડ રૂપિયામાં, ભુવનેશ્વર કુમારને 10.75 કરોડ રૂપિયામાં અને લિયામ લિવિંગસ્ટોનને 8.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. RCBએ કૃણાલ પંડ્યાને પણ 5.75 કરોડ રૂપિયા અને દેવદત્ત પડિકલને 2 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો.