વડોદરાના ફતેગંજમાં મહિલા પોલીસની જાળમાં રોમિયો સપડાઈ ગયો

0

[ad_1]

Updated: Jan 28th, 2023

વડોદરા,તા.28 જાન્યુઆરી 2023,શનિવાર

વડોદરાના ફતેગંજ વિસ્તારમાં મહિલાઓને જોઈ અભદ્ર ઈશારા કરતા રોમિયાને મહિલા પોલીસે છટકું ગોઠવી ઝડપી પાડ્યો હતો.

ફતેગંજ બ્રિજ નીચે કેટલાક યુવકો જતી આવતી યુવતીઓ અને મહિલાઓને અભદ્ર ઈશારા કરી છેડતા હોવાની બુમ ઉઠતા ફતેગંજ પોલીસે શી ટીમને વોચ રાખવા સૂચના આપી હતી.

ગઈકાલે રાત્રે મહિલા પોલીસ સાદા વેશમાં ઉપરોક્ત વિસ્તારમાં રાઉન્ડ મારી રહી હતી ત્યારે બાઈક ઉપર બેઠેલા એક યુવકે ઇશારા કરતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન તેનું નામ શાહરુખ ખાન અહેમદ ખાન (મધુનગર વિસ્તાર,ગોરવા મૂળ રહે સરાઈગાજી,યુપી) હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *