છોટાઉદેપુર જિલ્લામાં તાજેતરમાં વરસેલા ભારેથી અતિ ભારે વરસાદના કારણે માર્ગોની સપાટીને નુકશાન થયું હતું. જેથી માર્ગોનું સમારકામ હાથ ધરાયું છે.
નસવાડી તાલુકામાં વરસાદથી ક્ષતિ સર્જાતા છોટાઉદેપુરના કાર્યપાલક ઇજનેર નૈનેશ નાયકાવાલાની સૂચનાથી નાયબ કાર્યપાલક સંતોષ વસાવા અને અધિક મદદનીશ ઈજનેર ફ્તુંરામ પ્રજાપતિ દ્વારા તાત્કાલિક નસવાડી તાલુકાના રસ્તા ઓનું નિરીક્ષણ કરી રસ્તાઓના દુરસ્તીકરણની કામગીરી તાત્કાલિક અસરથી હાથ ધરવામાં આવી છે. જેના પરિણામે ખૂબ જ ટુંકા ગાળામાં મોટા ભાગ ના ગામેગામના રસ્તાઓ ઉપરનો વાહનવ્યવહાર હાલમાં પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. જ્યાં ખાડા ઓ છે ત્યાં ખાડા પુરી ડામર પેચવર્કની કામગીરી પૂર્ણ કરી દેવાની સંબંધિત વિભાગ દ્વારા લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.