IMFની-શરત નહીં માને તો દેવાળું ફૂંકવાનો ખતરો,માની જવા પર ચૂંટણી હારવાનું જોખમ

0

[ad_1]

  • પાકિસ્તાન સરકારની કફોડી સ્થિતિ
  • IMFની શરતોને કારણે પાક.ની સત્તાધારી સરકારના રાજકીય અસ્તિત્વ સામે સંકટ સર્જાયું
  • IMFએ ઓગસ્ટમાં પેકેજની સમીક્ષાને મંજૂરી આપી હતી

ભારે આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલી પાકિસ્તાન સરકારની હાલત ત્રિશંકુ જેવી બની છે. આર્થિક રીતે કંગાળ બનેલા પાકિસ્તાનની શહેબાજ શરીફ સરકારને હાલ આર્થિક મદદની તાતી જરૂરિયાત છે જેના માટે તેણે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઇએમએફ) સામે હાથ ફેલાવવાની જરૂર છે. આઇએમએફ પણ પાકિસ્તાનને નાણાકીય મદદ કરવા માટે તૈયાર થઇ ગયું છે પરંતું તેણે લોનની સાથે જ કેટલીક શરતો પણ મૂકી છે જેને માનવા મુદ્દે પાકિસ્તાનની સ્થિતિ સાપે છછૂંદર ગળ્યા જેવી થઇ છે. જો સરકાર શરતો માની લે, તો તેણે આગામી ચૂંટણીમાં કારમી હાર સહેવી પડી શકે છે અને નહીં માને તો તેની પર દેવાળું ફૂંકવાનું જોખમ છે.

IMFએ પાક. સરકાર સામે મૂકી આકરી શરત । મીડિયા રિપોટ્ર્સ અનુસાર આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઇએમએફ)એ પાકિસ્તાન સામે સાત શરતો મૂકી છે જેને માનવા માટે પાકિસ્તાન સરકાર આનાકાની કરી રહી છે. કારણ કે જો તે આઇએમએફની શરતો માનશે તો ચૂંટણીમાં તેણે પરાજયનો સામનો કરવો પડશે. હવે વાત કરીએ આઇએમએફએ લાદેલી શરતોની જેને માનવી કે નહીં તે મુદ્દે પાકિસ્તાન સરકાર અવઢવમાં છે. હકીકતમાં આઇએમએફએ વીજળી સબસિડી પરત લેવાની, ગેસની કિંમતને આંતરરાષ્ટ્રીય બજાર સાથે જોડવાની અને ફ્રી-ફ્લોટિંગ ડૉલર જેવી શરતો પાકિસ્તાન સરકાર સામે મૂકી છે. અને તેને માનવાથી પાકિસ્તાન સરકારને રાજકીય નુકસાન થઇ શકે છે.

સંકટમાંથી બહાર નીકળવું પાક. માટે મુશ્કેલ

પાકિસ્તાને 2019માં આઇએમએફની શરતો માની લીધી હતી અને તેને લગભગ 48,000 કરોડની રકમ મળી હતી. પરંતુ હવે ચૂંટણી નજીક આવી ગઇ છે અને આર્થિક સંકટ અલગથી હેરાન કરી રહ્યું છે. તેવામાં આઇએમએફની કઠોર શરતોને માનીને શરીફ સરકાર ચૂંટણીમાં કોઇ જોખમ લેવા માગતી નથી. એવા રિપોટ્ર્સ છે કે જ્યાં સુધી સરકારે કરેલા વચનોને પૂરા નહીં કરાય ત્યાં આઇએમએફ વધારે રકમ જારી નહીં કરે.

IMFએ ઓગસ્ટમાં પેકેજની સમીક્ષાને મંજૂરી આપી હતી

આઇએમએફના બોર્ડે ઓગસ્ટ મહિનામાં પાકિસ્તાનના બેલઆઉટ પેકેજની સાતમી અને આઠમી સમીક્ષાને મંજૂરી આપી હતી, જેમાં 8000 કરોડ રૂપિયા કરતા વધારે કેશ રિલીઝ કરવાને મંજૂરી આપવામાં આવી હતી. પાકિસ્તાનના વીજ નિયામકે સુઈ નોર્ધન ગેસપાઇલાઇન લિમિટેડ અને સુઈ સધર્ન ગેસ કંપનીને પહેલા જ કેબિનેટની મંજૂરીને આધારે વીજ દરોમાં 75 ટકા જેટલો વધારો કરવાની મંજૂરી આપી હતી. ઇસ્લામાબાદ તે લોનની 9મી સમીક્ષાની રાહ જોઇ રહ્યું છે જેની પર ગત સરકારે આઇએમએફ સાથે કરાર કર્યા હતા. સમીક્ષા બાદ આઇએમએફ પાકિસ્તાનને હપતાની આગામી રકમ ઇશ્યૂ કરી શકે છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *