રાજકોટમાં વધતો રોગચાળો, તાવ શરદી અને ઉધરસના 400 કેસ

0

[ad_1]

  • ડેન્ગ્યુ ચિકનગુન્યાનો એક પણ કેસ નહિ
  • મેલેરિયાના બે કેસ સામે આવતા તંત્ર સતર્ક
  • દવાનો છંટકાવ, ફોગીંગ સહિતની કામગીરી શરૂ

રાજકોટમાં મિશ્ર ઋતુના અસર વચ્ચે તાવ શરદી અને ઉધરસના 400 કેસ મહાપાલિકાના ચોપડે નોંધાયા છે તબીબી સૂત્રોએ કહ્યું હતું કે હાલ સીઝનલ રોગચાળો ચાલી રહ્યો છે જેમાં શરદી ઉધરસ અને માથાના દુખાવાના વધુ કેસ આવી રહ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાતા આંકડા પ્રમાણે શહેરમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના એક પણ કેસ નથી. જ્યારે મેલેરિયાના બે કેસ નોંધાયા છે. મહાપાલીકા દ્વારા મચ્છરજન્ય રોગચાળાના નાથવા માટે દવાના છંટકાવ કરવામાં આવી રહ્યો છે. તો સાથે સાથે ફોગીંગની કામગીરી પણ મોટા પાયે ચાલી રહી છે. આરોગ્યની ટીમો વિવિધ વિસ્તારમાં ફરીને મચ્છરની ઉત્પત્તિ થતી હોય તેવા સ્થળોની ઓળખ કરીને તેમાં દવાનો છંટકાવ કરી રહી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *