Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર ચાર વર્ષે રિવિઝન આકારણી કરવામાં આવે છે. શહેરના ઉત્તર ઝોનમાં રિવિઝન આકારણીની કામગીરી પૂર્ણ કરવામાં આવ્યા બાદ હવે દક્ષિણ ઝોનની રિવિઝન આકારણી છેલ્લા કેટલાક દિવસથી શરૂ કરવામાં આવી છે, જે હજુ બે ત્રણ મહિના સુધી ચાલે તેવી શક્યતા છે.
વડોદરા શહેરમાં કોર્પોરેશનના ચાર ઝોન છે. જેમાં દર વર્ષે એક ઝોનમાં રિવિઝન આકારણી કરવાનું થાય છે. ગયા વર્ષે પશ્ચિમ ઝોનમાં રિવિઝન આકારણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.