– સામાજિક સંસ્થા અને સરકારી કચેરીઓ પણ દેશભક્તિના રંગે રંગાઇ
– ધ્વજવંદન સાથે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામાજિક સેવા થકી રાષ્ટ્રીય પર્વની ઠેર ઠેર ઉજવણી
ભાવનગર : ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી અંતર્ગત ભાવનગર, બોટાદ શહેર-જિલ્લાની વિવિધ સામાજિક, શૈક્ષણિક, સરકારી કચેરીઓ સહિત શાળા-મહાશાળામાં ધ્વજવંદન સાથે અનેકવિધ કાર્યક્રમ થકી લોકો દેશભક્તિના રંગમાં રંગાયા હતા. ધ્વજવંદન કાર્યક્રમમાં સાંસ્કૃતિક કૃતિઓ અને દેશભક્તિના ગીતો પરની પ્રસ્તુતિ સહિત સમાજ સેવાના કાર્યો થયા હતા.
૭૬મી પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં ગણિતશાસ્ત્ર ભવનના યજમાન પદે ધ્વજારોહણ ઇનચાર્જ કુલપતિ દ્વારા કરાયું હતું.