નગરપાલિકાઓમાં ગેરકાયદે બાંધકામ તેનો રિપોર્ટ આપો : HC

0

[ad_1]

  • હાઈકોર્ટે ગુરુવારે ધોળકા નગરપાલિકાની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી
  • હાઈકોર્ટે રાજ્યના મ્યુનિસિપાલિટીઝ ઓફ કમિશનરને નિર્દેશ આપ્યો
  • તમામ નગરપાલિકા વિસ્તારમાં કેટલી ગેરકાયદેસર બિલ્ડિંગ્સ બનેલી છે

ધોળકામાં ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને બિલ્ડીંગ્સને તોડી પાડવા અને જવાબદાર સામે પગલા લેવાની માગ સાથે થયેલી જાહેરહિતની અરજીમાં, હાઈકોર્ટે ગુરુવારે ધોળકા નગરપાલિકાની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે રાજ્યના મ્યુનિસિપાલિટીઝ ઓફ કમિશનરને નિર્દેશ આપ્યો છે કે, તેમના તાબા હેઠળ આવતી નગરપાલિકાઓમાં આ પ્રકારના કેટલા ગેરકાયદેસર બાંધકામ છે, તે અંગેનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરે. આ ઉપરાંત જણાવે કે આ તમામ નગરપાલિકા વિસ્તારમાં કેટલી ગેરકાયદેસર બિલ્ડિંગ્સ બનેલી છે. આ કેસની વધુ સુનાવણી નવ માર્ચના રોજ હાથ ધરાશે. હાઈકોર્ટે ધોળકા નગરપાલિકાને ઝાટકતા કહેલુ કે, આ વિસ્તાર પુરાતત્વ વિભાગના તાબામાં આવે છે, અહીં ગેરકાયદેસર બાંધકામ બન્યા કેવી રીતે ? ધોળકા નગરપાલિકાએ આ ગેરકાયદેસર બાંધકામો સામે આંખો બંધ કરી દીધી છે અને જાણે બહેરા હોય તે રીતે વર્તન કર્યું છે. ગેરકાદેસર રીતે સાત રહેણાંક બિલ્ડીંગ્સ અને 100 જેટલી દુકાનો બની ગઈ ત્યાં સુધી ધોળકા નગરપાલિકા શું કરતી હતી ?

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *