ગંદકીનો પ્રશ્ન દૂર કરો નહીં તો મારે જનઆંદોલનમાં જોડાવું પડશેઃ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી

0

[ad_1]

વરાછા વિસ્તારમાં ગંદકીના પ્રશ્નને લઈને કુમાર કાનાણીએ મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખ્યો

Updated: Jan 28th, 2023

સુરત, 28 જાન્યુઆરી 2023 શનિવાર

દેશના સૌથી સ્વચ્છ શહેરોના સર્વેમાં સુરતને સ્થાન મળ્યું હતું.  40 લાખથી વધુની વસ્તી ધરાવતા સૌથી ક્લીન સિટીનો એવોર્ડ સતત ત્રીજા વર્ષે સુરતે જીત્યો હતો. ત્યારે શહેરની ખાડી વિસ્તારની અસંખ્ય સોસાયટીઓમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. જેના લીધે મચ્છરો અને ગંદકીના કારણે ફેલાઈ રહેલી દુર્ગંધથી લોકો પરેશાન થઈ ગયાં છે. અનેક રજૂઆતો કર્યા બાદ પણ આ ગંદકીની સમસ્યાનો કોઈ નિકાલ આવ્યો નથી. જેથી સ્થાનિકો દ્વારા વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીને રજૂઆત કરવામાં આવતા તેમણે તંત્રને ખુલ્લો પત્ર લખી આંદોલનની ચીમકી આપી છે.

કુમાર કાનાણીએ સુરત મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખ્યો
ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે, મારા વિસ્તારમાં આવેલ ખાડીના કિનારા પર અસંખ્ય સોસાયટીના લોકો મચ્છર, ગંદકી તેમજ દુર્ગંધના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે, વર્ષોથી આ પ્રશ્ન બાબતે વારંવાર રજૂઆતો કરતા આવ્યા છે અને વહીવટી તંત્ર દ્વારા કોઈ કામગીરીનો રિપોર્ટ પણ આપવામાં આવતો નથી. કામની સમીક્ષા પણ કરવામાં આવતી નથી અને મને ફોન પર ફક્ત જવાબ આપી દેવામાં આવે છે કે કામ થઈ જશે.

ના છૂટકે મારે પણ આ જન આંદોલનમાં જોડાવું પડશે
અસંખ્ય સોસાયટીના લોકો દ્વારા મારી પાસે આવી આ પ્રશ્ન હલ કરવાની રજૂઆત કરેલ છે અને જો પ્રશ્ન હલ ન થાય તો જન આંદોલન કરવાની પણ ધમકી આપેલ છે. તો આ પ્રશ્ન તાત્કાલિક હલ કરવા મારી માંગણી છે. ભાજપના ધારાસભ્યએ તંત્ર સામે આંદોલનની ચીમકી આપતા પત્રમાં લખ્યું છે કે, જો લોકો જન આંદોલન કરશે તો ના છૂટકે મારે પણ આ જન આંદોલનમાં જોડાવું પડશે તેની ખાસ નોંધ લેશો.  

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *