900 ડાયાની કુકમાથી ત્રીજી લાઈન ચાલુ કરવાના ચક્રો પાલિકા દ્વારા ગતિમાન
ઉનાળા પહેલા નવા ટાંકા બનવાની આશાઃ નવા વિસ્તારો વધતાં નર્મદા નિગમ પાસે ૫૦ને બદલે ૬૦ એમએલડી પાણી આપવાની રજૂઆત
ભુજ: ભુજની પણીની જરૂરિયાતને પહોંચી વળવા જૂની ૯૦૦ ડાયાની નર્મદાની પાણીની લાઈનમાંથી ભુજિયો ટાંકો ભરીને અન્ય ટાંકામાં પુરવઠો પહોંચાડી થતા વિતરણમાં ઝડપ લાવવા નવી ૫૦૦ ડાયાની લાઈન નાખવાનું કામ ચાલુ છે. જેમાંથી ભુજિયાનો ટાંકો અને સાથે સાથે રાવલવાડીનો ટાંકો પણ ભરાશે. જેથી વિતરણમાં સરળતા વધશે ખરી પણ પાણીનો જથ્થો નર્મદા નિગમ હાલે જે ૪૫થી ૫૦ એમએલડી આપે છે તે એજ રહેવાનો છે. આમ પાણી નહીં વધે.