રિલાયન્સનોત્રીજા ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 13 ટકા ઘટયો

0

[ad_1]

  • યુરોપમાં કુદરતી ગેસનાં ભાવ ઉંચા રહ્યા હતા
  • ચોખ્ખો નફો 15 ટકા વધીને રૂ. 15.512 કરોડ
  • પડકારજનક સ્થિતિ છતાં તમામ સેગમેન્ટમાં કંપનીની સુંદર કામગીરી : અંબાણી

મુંબઈ । રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા FY 23નાં ત્રીજા ક્વાર્ટરનાં પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા જેમાં દર્શાવ્યા મુજબ કંપનીનો ચોખ્ખો નફો 13.3 ટકા ઘટીને 17,806 કરોડ થયો હતો જે અગાઉ વાર્ષિક ધોરણે રૂ. 20,539 કરોડ હતો. જો કે કંપની દ્વારા ચોખ્ખો નફો સિકવન્સિયલ ધોરણે 15 ટકા વધીને રૂ. 15,512 કરોડ નોંધાયો હતો. કંપનીની કામગીરી દ્વારા થયેલી આવક વાર્ષિક ધોરણે અગાઉનાં રૂ. 1,91,271 કરોડથી 15.32 ટકા વધીને રૂ. 2,20,592 કરોડ થઈ હતી. જો કે ક્વાર્ટર ટુ ક્વાર્ટર ધોરણે ચોખ્ખી આવક 5.26 ટકા ઘટીને રૂ. 2,36,377 કરોડ થઈ હતી.

નફો અને આવકમાં ગ્રોથ : મુકેશ અંબાણી

કંપનીનાં ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, તમામ ક્ષેત્રોમાં અમારી ટીમ દ્વારા પડકારજનક સ્થિતિ વચ્ચે પણ સુંદર કામગીરી કરવામાં આવી છે અને મજબૂત ઓપરેટિંગ પર્ફોર્મન્સ દર્શાવવામાં આવ્યું છે. વાર્ષિક ધોરણે તમામ સેગમેન્ટમાં ટેક્સ અને ઘસારા પછીનો નફો અને આવકમાં ગ્રોથ નોંધાયો છે.

RILની કુલ આવક Q3FY23માં 2,40,963 કરોડ

RILની કુલ આવક Q3FY23માં રૂ. 2,40,963 કરોડ થઈ હતી જે વાર્ષિક ધોરણે અગાઉ રૂ. 2,09,823 કરોડ નોંધાઈ હતી. આમ તેમાં 14.8 ટકાનો ચોખ્ખો વધારો થયો હતો. મજબૂત માંગ તેમજ સપ્લાયની પ્રતિકુળ સ્થિતિ વચ્ચે O2C બિઝનેસમાં કામગીરી નોંધપાત્ર રહી હતી. યુરોપમાં કુદરતી ગેસનાં ભાવ ઉંચા રહ્યા હતા. કેમિકલ પ્રોડક્ટમાં માર્જિન પ્રેશર રહ્યું હતું. સ્થાનિક માંગ નબળી રહી હતી. રિટેલ બિઝનેસમાં ક્વાર્ટર દરમિયાન કામગીરી પ્રગતિશીલ રહી હતી. વધુને વધુ ભારતીયો દ્વારા રિલાયન્સ રિટેલ સ્ટોર્સમાંથી ખરીદી કરવાનું પસંદ કરાયું હતું. અમે ગ્રાહકોને વધુમાં વધુ ઉત્તમ ગુણવત્તા ધરાવતી ચીજવસ્તુઓ પૂરી પાડવા પ્રયાસો કર્યા હતા.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *