20 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, જાન્યુઆરી 17, 2025
20 C
Surat
શુક્રવાર, જાન્યુઆરી 17, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યReceipe: એક નહીં પણ 5 લાડુની રેસિપી એકસાથે, પરંપરાગત વાનગીની મજા લો

Receipe: એક નહીં પણ 5 લાડુની રેસિપી એકસાથે, પરંપરાગત વાનગીની મજા લો


શિયાળાની ઋતુમાં લોકો સ્વાસ્થ્ય અને આહાર પર ઘણુ ધ્યાન રાખતા હોય છે. શિયાળામાં શરીરને ગરમ રાખવા માટે ઘણી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાંથી સૌથી વધુ લોકપ્રિય છે તલ અને બાજરી જેવા અનાજમાંથી બનાવેલા લાડુ જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

શિયાળાની ઋતુ આવતાની સાથે જ દાદીમાના રસોડામાંથી વિવિધ પરંપરાગત વાનગીઓ બનવી એ પણ એક લહાવો છે. આ વાનગીઓમાં સૌથી ખાસ તેમના હાથે બનાવેલા લાડુ. આ લાડુ માત્ર સ્વાદમાં સ્વાદિષ્ટ નથી હોતા પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. બદલાતા હવામાનમાં શરીરને વધુ પોષણ અને હૂંફની જરૂર હોય છે. આ લાડુ આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદરુપ થશે.

લાડુમાં વપરાતી ચીજવસ્તુઓ જેવી કે અળસી, ખજૂર, તલ, બાજરી અને ગુંદ શરીરને ઠંડીથી બચાવવા અને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. દાદીમા દ્વારા બનાવેલા 5 ખાસ લાડુ અને તેના ફાયદા વિશે જાણીએ.

1. અળસીના લાડુ ( Flax seed laddu)

અળસીના બીજમાં ઓમેગા-૩ ફેટી એસિડ અને ફાઇબર ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે હૃદય અને પાચનતંત્ર માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે. શિયાળામાં શરીરને ગરમ રાખે છે. અળસીના બીજને હળવા હાથે શેકી લો અને તેને પીસી લો. તેમાં ગોળ, દેશી ઘી અને સૂકા મેવા મિક્સ કરીને લાડુ બનાવો.

2. ખજૂરના લાડુ ( Date laddu )

ખજૂરના લાડુ માત્ર સ્વાદિષ્ઠ જ નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ખજૂરમાં આયર્ન અને કુદરતી સુગર ભરપૂર માત્રામાં હોય છે, તે શિયાળામાં લોહીની ઉણપને પૂર્ણ કરવામાં અને શરીરને મજબૂત કરે છે. આ લાડુ બનાવવા ખૂબ જ સરળ છે. ખજૂરને નાના ટુકડામાં કાપી લો. પછી તેમાં કાજુ, બદામ, અખરોટ અને ઘી ઉમેરો. તેને ગરમ કરો અને નાના લાડુ બનાવો.

3. તલના લાડુ ( Sesame laddus )

તલના લાડુ શિયાળામાં સૌથી આરોગ્યપ્રદ અને સૌથી લોકપ્રિય લાડુ છે. તલમાં કેલ્શિયમ અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે, જે હાડકાં અને સાંધાઓને મજબૂત કરે છે. આ લાડુ બનાવવા માટે, તલને હળવા હાથે શેકી લો અને પીસી લો. તેમાં ગોળ અને ઘી મિક્સ કરીને લાડુ બનાવો.

4. બાજરીના લાડુ ( Millet laddu )

ઠંડીની સિઝનમાં અલગ અલગ વસ્તુઓ ખાવાનું મન થતુ હોય છે. બાજરી ફાઇબર અને પ્રોટીનનો સારો સ્ત્રોત છે. તે પાચનમાં સુધારો કરે છે બાજરીના લાડુ બનાવવા માટે બાજરીના લોટને ઘીમાં શેકો. તેમાં ગોળ અને સૂકા મેવા મિક્સ કરીને લાડુ બનાવો.

5. ગુંદના લાડુ ( Glue stick )

ગુંદના લાડુ સાંધાના દુખાવા અને નબળાઈને દૂર કરવામાં મદદ કરે છે. ડિલિવરી પછી ઘણી સ્ત્રીઓ આ લાડુ ખાતી હોય છે. ગુંદના લાડુ બનાવવા માટે, તમારે ફક્ત ગુંદને ઘીમાં શેકીને પીસવાનો છે. તેમાં ઘઉંનો લોટ, ગોળ અને સૂકા મેવા મિક્સ કરીને લાડુ બનાવો. શિયાળામાં તે શરીરને ગરમ રાખશે. અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરુપ થશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય