વાંચો તમારું 22 જાન્યુઆરી, 2023નું રાશિ ભવિષ્ય

0

[ad_1]

મેષ : નોકરી-ધંધાની સાથે ઘર-પરિવારના કામમાં વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ આવવાથી આનંદ-ઉત્સાહ રહે.

વૃષભ : યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંદ-ઉત્સાહ રહે. આપના કાર્યમાં અન્યનો સાથ સહકાર મળી રહેતા રાહત જણાય.

મિથુન : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની, તબિયતની અસ્વસ્થતા જેવું લાગ્યા કરે. કૌટુંબિક-ચિંતા અનુભવાય.

કર્ક : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા રહે.

સિંહ : દિવસ દરમ્યાન કોઈને કોઈ કામ અંગે સખત દોડધામ-શ્રમ જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.

કન્યા : આપના કાર્યમાં વાણીની સંયમતા રાખવી પડે. સંતાનના પ્રશ્ને દોડધામ-ખર્ચ-શ્રમ રહે. કામ ઉકેલાતા રાહત રહે.

તુલા : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહ્યા કરે. માતૃપક્ષે બીમારી-ચિંતાનું આવરણ આવી જાય.

વૃશ્ચિક : અડોશ-પડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને. યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંદ-ઉત્સાહ જણાય.

ધન : નોકરી-ધંધાની સાથે સામાજિક-વ્યવહારિક કામ અંગે આપને દોડધામ-વ્યસ્તતા જણાય. ખર્ચ જણાય પરંતુ આનંદ રહે.

મકર : માનસિક પરિતાપ છતાં આપના કામમાં વ્યસ્ત રહી શકો. મહત્વના કામનો ઉકેલ આવવાથી આનંદ રહે.

કુંભ : ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે. કામ કાજમાં પ્રતિકુળતા રહે. હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગ આપને મુશ્કેલીમાં મુકવાના પ્રયાસ કરે.

મીન : આપના કાર્યમાં સંતાનનો સાથ સહકાર મળી રહેતાં રાહત અનુભવાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ધરાકી જણાય.

 – અગ્નિદત્ત પદમનાભ

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *