વાંચો તમારું 24 જાન્યુઆરી, 2023નું રાશિ ભવિષ્ય

0

[ad_1]

મેષ : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીમે ધીમે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને આપની ચિંતા- પરેશાની દૂર થાય.

વૃષભ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. જમીન- મકાન- વાહનની લે-વેચના કામમાં સાનુકૂળતા મળી રહે.

મિથુન : દેશ-પરદેશના કામમાં પ્રગતિ જણાય. બઢતી-બદલીના પ્રશ્નમાં સાનુકૂળતા રહે. સામાજિક-વ્યવહારિક કામે બહાર જવાનું થાય.

કર્ક : આપે તન-મન-ધનથી – વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. વાદ-વિવાદ-ગેરસમજ, મનદુ:ખથી સંભાળવું પડે.

સિંહ : આપના મહત્ત્વના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સરળતા રહે. રાજકીય સરકારી કામમાં સાનુકૂળતા મળી રહે.

કન્યા : આપના કામમાં પ્રારંભિક પ્રતિકૂળતા બાદ સાનુકૂળતા થતી જાય. કોર્ટ-કચેરીના કામમાં ખર્ચ જણાય. પરંતુ કામ ઉકેલાય.

તુલા : આપના કામમાં સંતાનનો સાથ-સહકાર મળી રહે. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે. પરદેશના કામ ઉકેલાય.

વૃશ્વિક : આપ નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા રહ્યા કરે. વ્યગ્રતા-બેચેની રહે.

ધન : આપના કામમાં ઉપરીવર્ગ- સહકાર્યકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામકાજ અંગેની મિલન-મુલાકાત થાય.

મકર : આપને બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં સાનુકૂળતા રહે. સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે દોડધામ રહે.

કુંભ : માનસિક પરિતાપ છ તાં આપના કામમાં વ્યસ્ત રહી શકો. તેમ છતાં મહત્ત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં.

મીન : આપે રાજકીય-સરકારી- ખાતાકીય કામમાં સાવધાની રાખવી પડે. નાણાંકીય લેવડદેવડમાં આપે ઉતાવળ કરવી નહીં.

 – અગ્નિદત્ત પદમનાભ

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *