વાંચો તમારું 21 જાન્યુઆરી , 2023નું રાશિ ભવિષ્ય

0

[ad_1]

મેષ : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું થાય. સહકાર્યકર વર્ગ – નોકર ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.

વૃષભ : બેંકના કામમાં, વીમા કંપનીના કામમાં આપે સાવધાની રાખવી પડે. કામકાજમાં પ્રતિકૂળતા જણાય. વાહન ધીરે ચલાવવું.

મિથુન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ જણાય. ઈચ્છિત વ્યકિત સાથે મુલાકાત થઈ શકે. હર્ષ-લાભ રહે.

કર્ક : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જવાને લીધે આપની દોડધામ- શ્રમમાં વધારો થાય. ખર્ચ જણાય.

સિંહ : આપની બુદ્ધિ મહેનત અનુભવ આવડતથી કામનો ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં સાનુકુળતા મળી રહે.

કન્યા : દિવસના પ્રારંભથી આપને સુસ્તી-બેચેની જેવું રહ્યા કરે. જેમ દિવસ પસાર થતો જાય તેમ ધીરે ધીરે રાહત થતી જાય.

તુલા : બઢતી-બદલીના પ્રશ્નમાં પ્રગતિ જણાય. અડોશ-પડોશના કામમાં વ્યસ્ત રહો. બપોર પછી આપે સાવધાની રાખવી પડે.

વૃશ્ચિક : આપના કામમાં સાનુકુળતા જણાય. કુટુંબ – પરિવારના સહકારથી કામનો સરળતાથી ઉકેલ લાવી શકો. હર્ષ-લાભ રહે.

ધન : અગત્યના નિર્ણયો લેવામાં આપે ઉતાવળ કરવી નહીં. વિચારોની દ્વિઘા- અસમંજસતા રહે. કામમાં વિલંબ જણાય.

મકર : આપને કામમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય. નાણાંકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું પડે. ઉતાવળમાં કોઈ કામ કરવું નહીં.

કુંભ : આપના કામમાં સાનુકુળતા જણાય. ધર્મકાર્ય થાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. સંતાનનો સહકાર મળી રહે.

મીન : આપને નોકરી-ધંધાની સાથે ઘર- પરિવારના કામકાજ અંગે દોડધામ શ્રમ રહે. જો કે કામનો ઉકેલ આવતા રાહત થતી જાય.

– અગ્નિદત્ત પદમનાભ

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *