વાંચો તમારું 13 જાન્યુઆરી, 2023નું રાશિ ભવિષ્ય

0

[ad_1]

મેષ : આપના કામમાં પ્રારંભિક પ્રતિકૂળતા બાદ સાનુકૂળતા થતી જાય. રાજકીય-સરકારી કામકાજ અંગે ખર્ચ-ખરીદી જણાય.

વૃષભ : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીમે ધીમે ઉકેલ આવતો જાય પરંતુ વાણીની સરળતા રાખવી પડે.

મિથુન : આપે ઉતાવળમાં આવી જઇને કોઇપણ કાર્ય કરવું નહીં. જમીન-મકાન-વાહનની લે-વેચના કામમાં પ્રતિકૂળતા રહે.

કર્ક : આપના કાર્યમાં ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે. અડોશ-પડોશના કામ અંગે વ્યસ્તતા-દોડધામ જણાય.

સિંહ : આપના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય. અગત્યના કામકાજ અંગે મુલાકાત થાય.

કન્યા : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના કાર્યમાં વ્યસ્ત થતાં જાવ. જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં સાનુકૂળતા રહે.

તુલા : બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં આપે સાવધાની રાખવી પડે. કોર્ટ-કચેરીના કામમાં પ્રતિકૂળતાથી ઉદ્વેગ-ઉચાટ જણાય.

વૃશ્ચિક : આપના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય. વાણીની મીઠાશથી કામમાં સરળતા જણાય.

ધન : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. જમીન-મકાન-વાહનના કામકાજ અંગે દોડધામ-શ્રમ જણાય.

મકર : આપના કામમાં અન્યનો સાથ મળી રહે. દેશ-પરદેશના કામમાં, બઢતી-બદલીના કામમાં સાનુકૂળતા-પ્રગતિ જણાય.

કુંભ : નોકરી-ધંધામાં નાણાંકીય જવાબદારીવાળા કામમાં સંભાળવું પડે. સીઝનલ-ધંધામાં માલનો વધુ પડતો ભરાવો કરવો નહીં.

મીન : આપના મહત્વના કામનો ઉકેલ આવવાથી આનંદ અનુભવાય. અગત્યના નિર્ણયો લેવામાં આપને સાનુકૂળતા જણાય.

– અગ્નિદત્ત પદમનાભ

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *