વાંચો તમારું 27 જાન્યુઆરી, 2023નું રાશિ ભવિષ્ય .

0

[ad_1]

મેષ : આપે કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામકાજમાં ઉતાવળ કરવી નહીં.

વૃષભ : આપની બુધ્ધિ-મહેનત-અનુભવ આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.

મિથુન : આપના કામમાં મિત્રવર્ગનો સાથ મળી રહે. જમીન-મકાન-વાહનની લે-વેચના કામમાં સાનુકુળતા જણાય. ખર્ચ જણાય.

કર્ક : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. સહકાર્યકરવર્ગ-નોકર ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.

સિંહ : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે સાવધાની રાખવી પડે. તબિયત અસ્વસ્થતાને લીધે કામમાં વિલંભ થાય.

કન્યા : આપના અગત્યના કામકાજમાં ઉકેલ આવવાથી રાહત રહે. રાજકીય સરકારી કામમાં આપને સાનુકુળતા મળી રહે.

તુલા : મોસાળપક્ષે-સાસરીપક્ષે કામકાજ રહે. દોડધામ-શ્રમ-ખર્ચ જણાય. પરંતૂ કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવાય.

વૃશ્ચિક : પરદેશના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. સંતાનના પ્રશ્નમાં આપની ચિંતા-પરેશાની ઘટે.

ધન : સુસ્ત-બેચેનીના લીધે કામકાજ કરવાની ઈચ્છા થાય નહીં. જમીન-મકાન-વાહનના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી જણાય.

મકર : ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગના સાથ સહકારથી આપના કામનો ઉકેલ લાવી શકો. પરદેશના કામ થાય.

કુંભ : આપના કાર્યમાં કુટુંબ-પરિવારનો સાથ સહકાર મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક-ઘરાકી આવી જવાથી લાભ થાય.

મીન : મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. આપની ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ રહે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *