અમદાવાદમાં બનાવટી નોટો આપી કરોડોની ઠગાઈ કરવામાં આવી છે. જેમાં બનાવટી નોટો આપી કરોડોનું સોનું પડાવી લીધું હતુ. તેમાં 2100 ગ્રામ સોનું લઈ બે ગઠિયા ફરાર થયા છે. રૂપિયા 5 લાખનું એક બંડલ એવા 26 બનાવટી બંડલ આપ્યા હતા. આરોપીઓએ આંગડિયા પેઢી શરૂ કરી છેતરપિંડી આચરી છે.
બે શખ્સો વિરુદ્ધ નવરંગપુરા પોલીસમથકે ફરિયાદ કરવામાં આવી
બે શખ્સો વિરુદ્ધ નવરંગપુરા પોલીસમથકે ફરિયાદ કરવામાં આવી છે. જેમાં નવરંગપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તેમાં અમદાવાદ શહેરમાં બનાવટી નોટો આપી કરોડોનું સોનુ પડાવી લીધું હતુ. તેમાં બે શખ્શો વિરૂદ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ છે. આરોપીઓએ આંગડિયા પેઢી શરૂ કરી છેતરપિંડી આચરી છે. જેમાં 2100 ગ્રામ સોનું લઈ બે ગઠિયાઓ ફરાર થયા છે. 5 લાખનું એક બંડલ એવા 26 બનાવટી બંડલ આપ્યા હતા. બાકી રહેતા રૂપિયા આંગડિયા પેઢીમાં લઈ આવવા જવાનું કહીને ગઠીયા ફરાર થયા હતા.
નવરંગપુરા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે
નવરંગપુરા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. ભારતીય અર્થતંત્રને નુકશાન પહોંચાડવા માટે અનેકવાર બેંકોમાં પણ બનાવટી ચલણી નોટો જમા કરાવવામાં આવતી હોય છે. અગાઉ અમદાવાદમાં આવેલી વિવિધ ખાનગી અને સરકારી બેંકોમાં રૂપિયા 8.43 લાખની બનાવટી ચલણી નોટો જમા કરાવવામાં આવી હોવાની ફરિયાદ સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નોંધવામાં આવી હતી. આ બનાવટી ચલણી નોટ પહેલા બેંકમાં જમા કરવામાં આવી હતી. જેમાં રૂપિયા બે હજાર, પાંચસોથી માંડીને 20 રૂપિયા સુધીનો નોટોનો સમાવેશ થયો હતો.
બનાવટી ચલણીનો નોટોનું પ્રમાણ વધતુ રહે છે
અમદાવાદની વિવિધ બેંકોમાં ગેરકાયદેસર રીતે જમા કરાવવામાં આવતી બનાવટી ચલણીનો નોટોનું પ્રમાણ વધતુ રહે છે. બેંકમાં જમા થતી બનાવટી ચલણી નોટોને બેંકો દ્વારા સ્પેશીયલ ઓપરેશન ગ્રુપમાં જમા કરાવવામાં આવે છે. જેના આધારે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવામાં આવે છે. એસઓજીમાં એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એક્સિસ બેંક, કેનેરા બેંક, આઇડીબીઆઇ બેંક, કોટક મહિન્દ્રા બેંક, કાલુપુર બેંક, ડીસીબી બેંક, એસબીઆઇ અને એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક દ્વારા બનાવટી ચલણી નોટો જમા કરવામાં આવી હતી.