મોંઘવારી અને ઈકોનોમિક ગ્રોથને લઈને RBI ગર્વનરનું નિવેદન ચોંકાવનારું

0

[ad_1]

  • ભારતની અર્થવ્યવસ્થા છે મજબૂત
  • બેંકની લોન ઝડપથી વધી રહી છે
  • 2023માં અર્થવ્યવસ્થામાં ઘટાડો આવવાની આશંકા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગર્વનર શક્તિકાંત દાસે ઈકોનોમિક ગ્રોથ, ઈન્ફેલશન અને કરન્સીના આંકડા જાહેર કર્યા છે. આ સરકારી આંકડાના આધારે ફાયનાન્શિયલ માર્કેટ અને ગ્લોબલ ઈકોનોમીનો ખરાબ સમય પાછળ રહી ગયો છે. દાસે કહ્યું કે આ હાઈ રેટ્સ લાંબા સમય સુધી બની રહેશે.

જાણો વાર્ષિક બેઠકમાં શુ કહ્યું

તેઓએ કહ્યું કે વૈશ્વિક અર્થવ્યવસ્થાના 2023માં ઉલ્લેખનીય રીતે ઘટાડો આવવાની આશંકા છે. લાગે છે કે ગ્રોથ અને ઈન્ફ્લેશન, બંનેમાં સૌથી ખરાબ સમય પાછળ છૂટી ગયો છે. દાસે ફિક્સ્ડ ઈનકમ મની માર્કેટ એન્ડ ડેરિવેટિવ્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા અને પ્રાઈમરી ડીલર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાની દુબઈમાં વાર્ષિક બેઠક સમયે આ વાત કહી હતી.

મોંઘવારી દર હજુ પણ વધારે

તેઓએ કહ્યું કે કોરોના મહામારીના કારણે લાગૂ કરાયેલા પ્રતિબંધમાં રાહત અને અને વિવિધ દેશમાં ફુગાવો થોડો ઓછો હોવાની સાથે કેન્દ્રીય બેંકોના દરમાં ઓછા વધારાના સંકેત શરૂ કરી દેવાયા છે. જો કે મોંઘવારી દર હજુ પણ વધારે છે. દાસે એમ પણ કહ્યું કે કેન્દ્રીય બેંક ફુગાવવાના લક્ષ્યના દાયરામાં લાવવાને માટે પ્રતિબદ્ધ છે. તેઓએ એમ પણ કહ્યું કે વધારે દર લાંબા સમય સુધી ચાલી શકે છે. વૃદ્ધિ મુદ્દે તેઓએ કહ્યું કે કેટલાક મહિના પહેલા સુધી વ્યાપક અને ગંભીર મંદીની આશંકા હતી. પણ હવે લાગી રહ્યું છે કે સામાન્ય મંદી રહેશે.

ભારતની અર્થવ્યવસ્થા છે મજબૂત

તેઓએ કહ્યું કે અનિશ્ચિત આંતરરાષ્ટ્રીય માહોલમાં અમારી અર્થવ્યવસ્થા મજબૂત બની છે અને આર્થિક આંકડા મજબૂત બન્યા છે. દાસે કહ્યું કે અમારી નાણાકીય પ્રણાલી મજબૂત અને સ્થિર બની છે. બેંક અને કંપનીઓ પહેલાની તુલનામાં સારી બની છે.

બેંક લોનમાં થયો મોટો વધારો

બેંક લોન ડબલ ડિજિટમાં વધી રહી છે. સામાન્ય રીતે તે આશાનું કિરણ બની રહી છે. ફુગાવો વધી રહ્યો છે પરંતુ નવેમ્બર અને ડિસેમ્બરમાં તેમાં ઘટાડો જોવા મળ્યો છે. ઘરેલૂ નાણાકીય બજારને લઈને શક્તિકાંત દાસે કહ્યું કે અમે નાણાકીય બજારને વિકસિત કરવામાં 1990ના દશકથી એક લાંબો સમય જોઈ ચૂક્યા છીએ. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *