ભારતના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ એક અજાણી વાતનો ખુલાસો કર્યો છે. તેને જણાવ્યું કે કેવી રીતે તેને BCCIને તેનો નિયમ તોડવા અને અનુષ્કા શર્માને ઓસ્ટ્રેલિયા સામેની 2014/15ની ટેસ્ટ સિરીઝ દરમિયાન વિરાટ કોહલીની સાથે જવાની મંજૂરી આપવા માટે સમજાવ્યું.
મીડિયા સાથે વાત કરતાં રવિ શાસ્ત્રીએ ખુલાસો કર્યો કે કોહલીએ તેને પૂછ્યું કે શું તે બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝ દરમિયાન તેની ગર્લફ્રેન્ડ અનુષ્કાને (તે સમયે તેઓ પરિણીત ન હતા)ને લાવી શકે છે. જ્યારે એમએસ ધોનીએ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની આશ્ચર્યજનક જાહેરાત કરી ત્યારે કોહલી ટેસ્ટ ટીમનો કેપ્ટન બન્યો હતો.
રવિ શાસ્ત્રીએ BCCI પાસેથી લીધી મંજૂરી
વિરાટ કોહલીએ રવિ શાસ્ત્રીને પૂછ્યું અને તેઓ સંમત થયા પરંતુ ક્રિકેટરે તેમને યાદ અપાવ્યું કે BCCI માત્ર પત્નીઓને જ ક્રિકેટરો સાથે જવા દે છે. પરંતુ રવિ શાસ્ત્રીએ બીસીસીઆઈને ફોન કરીને કોહલી માટે પરવાનગી મેળવી હતી.
‘શું હું મારી ગર્લફ્રેન્ડને અહીં લાવી શકું?’
રવિ શાસ્ત્રીએ કહ્યું કે ‘મને યાદ છે જ્યારે હું 2015માં કોચ હતો. ત્યારે તેને (કોહલી) લગ્ન કર્યા ન હતા. તે અનુષ્કાને ડેટ કરી રહ્યો હતો અને તે મારી પાસે આવ્યો અને કહ્યું માત્ર પત્નીઓને જ છૂટ છે, પણ શું હું મારી ગર્લફ્રેન્ડને અહીં લાવી શકું? મેં કહ્યું કેમ નહીં. તેને કહ્યું કે બોર્ડ આની મંજૂરી નથી આપી રહ્યું. તેથી મેં ફોન કર્યો અને પછી તે આવી અને વિરાટ કોહલી સાથે જોડાઈ.
આ પછી, રવિ શાસ્ત્રીએ બોક્સિંગ ડે ટેસ્ટમાં કોહલીની 169 રનની શાનદાર ઈનિંગને યાદ કરી અને કહ્યું કે આ સીન બિલકુલ એવું જ હતું જેવું રવિવાર (24 નવેમ્બર) ના રોજ હતું જ્યારે બેટ્સમેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની 81મી સદી ફટકારી હતી.
વિરાટની આ વાતને લઈને કર્યો ખુલાસો
તેને કહ્યું, ‘તેણે બોક્સિંગ ડે ટેસ્ટમાં પ્રથમ ગેમમાં 160 રન બનાવ્યા હતા અને અંતમાં પણ તે જ સીન હતો. ફ્લાઈંગ કિસ ગઈકાલ જેવી જ હતી. અનુષ્કા તેના માટે એક મહાન આધાર રહી છે. 16 મહિના પછી ટેસ્ટ ક્રિકેટમાં આ તેની પ્રથમ સદી હતી અને કોહલીએ તેની પત્ની અનુષ્કાને મુશ્કેલ સમયમાં તેની સાથે રહેવાનો શ્રેય આપ્યો હતો. પોતાની ઈનિંગ બાદ કોહલીએ કહ્યું કે ‘મારા દેશ માટે પ્રદર્શન કરીને મને ગર્વ છે. તેને અહીં રાખવાથી તે મારા માટે વધુ ખાસ બનાવે છે.
કોહલીએ કહ્યું કે ‘હા, અનુષ્કા દરેક સારા અને ખરાબ સમયમાં મારી સાથે રહી છે. તેથી, તે બધું જ જાણે છે જે પડદા પાછળ ચાલે છે. જ્યારે તમે સારું રમતા નથી અથવા કેટલીક ભૂલો કરે છે ત્યારે તમારા મગજમાં શું ચાલી રહ્યું છે? કોહલીએ કહ્યું, ‘હું માત્ર ટીમમાં યોગદાન આપવા માંગુ છું.’