રેટિંગ કંપનીઓએ લેન્ડર્સ પાસેથી અદાણીજૂથમાં એક્સ્પોઝરની વિગતો માગી

0


  • જૂથના કુલ ડેટમાં બેન્કિંગ કંપનીઓનું એક્સ્પોઝર 38 ટકા જેટલું છે
  • જેપીમોર્ગનના મતે અદાણીના મૂડી ખર્ચ પર મોનિટરિંગની વિશેષ જરૂર
  • અદાણીના મૂડી ખર્ચ પર દેખરેખની જરૂર છે

અદાણી જૂથને રૂ. 80 હજાર કરોડની લોન પૂરી પાડનાર ભારતીય બેંકોએ યુએસ સ્થિત હિંડેનબર્ગના રિસર્ચ રિપોર્ટ બાદ રોકાણકારોની ચિંતા હળવી કરવા માટેના પ્રયાસો હાથ ધરવા પડયા છે. યુએસ શોર્ટ સેલરે અદાણી જૂથ પર માર્કેટ મેનિપ્યુલેશન તથા એકાઉન્ટિંગમાં ગેરરીતિ જોવા આક્ષેપ કર્યાં હતાં.

જાહેર ક્ષેત્રની બેંકના એક અધિકારીના જણાવ્યા મુજબ સપ્તાહાંતે અમને રોકાણકારો તરફ્થી અમારા એક્સ્પોઝરને લઈને ઘણા કોલ્સ આવ્યા હતાં. અમે અમારા લોન એક્સ્પોઝર અને અન્ય રોકાણોને લઈને ડેટા તૈયાર કર્યો છે અને તેને રોકાણકારો સાથે વહેંચ્યો છે એમ તેઓ ઉમેરે છે. બેંક અધિકારીઓ મુજબ આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઝે પણ બેંક્સ પાસેથી અદાણી ગ્રૂપમાં તેમના એક્સ્પોઝરને લઈને વિગતો માગી છે. બેંકર્સનું કહેવું છે કે તેમનું મોટાભાગનું એક્સ્પોઝર અદાણી ગ્રૂપ કંપનીઓના કેશ ફ્લોઝ આધારિત છે અને તેને લઈને તત્કાળ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જોકે તેઓ સ્થિતિ પર દેખ-રેખ રાખી રહ્યાં છે.

સીએલએસએના રિપોર્ટ મુજબ ભારતીય બેંક્સે અદાણી જૂથમાં કુલ રૂ. 80 હજાર કરોડનું એક્સ્પોઝર ધરાવે છે. જે જૂથના કુલ ડેટના 38 ટકા જેટલું છે. સોમવારે પંજાબ નેશનલ બેંકે જણાવ્યું હતું કે તે અદાણી જૂથમાં રૂ. 7,000 કરોડનું એક્સ્પોઝર ધરાવે છે. બેંકના સીએમડીએ જણાવ્યું હતું કે તેઓ સ્થિતિ પર ચાંપતી નજર નાખી રહ્યાં છે. બેંકર્સના જણાવ્યા મુજબ રોકાણકારો અદાણીમાં બેંકોના નોન-ફ્ંડ એક્સ્પોઝરને લઈ ચિંતિત છે. તેમનું કેટલુંક નોન-ફ્ંડ એક્સ્પોઝર કુલ એક્સ્પોઝરના 40 ટકા જેટલું ઊંચું છે. સીએલએસએના જણાવ્યા મુજબ પ્રાઈવેટ બેંક્સ 2023-24ની લોન્સના 0.3 ટકા એક્સ્પોઝર ધરાવે છે. જે 2023-24ની નેટવર્થના 1.5 ટકા જેટલી થાય છે. પબ્લિક સેક્ટર બેંક્સ માટે એક્સ્પોઝર 2023-24ની લોન્સના 0.7 ટકા જેટલું છે. જ્યારે 2023-24ની નેટવર્ષના 6 ટકા જેટલું છે. અદાણી જૂથની ટોચની પાંચ કંપનીઓ અદાણી એન્ટરપ્રાઈસિઝ, અદાણી પોર્ટ્સ, અદાણી પાવર, અદાણી ગ્રીન અને અદાણી ટ્રાન્સમિશનનું 2021-22માં કુલ ડેટ રૂ. 2.1 લાખ કરોડ હતું એમ રિપોર્ટ જણાવે છે. જેમાં ટર્મ લોન્સ, વર્કિંગ કેપિટલ લોન્સ અને અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે. જે જૂથના કુલ ડેટનો 38 ટકા જેટલો હિસ્સો છે. જેપીમોર્ગને એક અહેવાલમાં જણાવ્યું છે કે અદાણીના મૂડી ખર્ચ પર દેખરેખની જરૂર છે. કંપનીએ નોંધ્યું છે કે અદાણી જૂથે ડિસ્ક્લોઝ કરેલો ડેટ/એબિટા રેશિયો વાજબી જણાય છે, પરંતુ આગામી પાંચથી દસ વર્ષોમાં જૂથના 120 અબજ ડોલરના ખર્ચનો પ્લાન ઊંચો જણાય રહ્યો છે. તેના માટે કેવી રીતે ફઈનાન્સિંગ મેળવવામાં આવે છે તે જોવાનું રહેશે.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *