રાશિ-ભવિષ્ય-2023 : જીવનમાં ગૂંચ પડી છે? તો ૨૦૨૩માં તે ઉકલી જશે

0

[ad_1]


Virgo (કન્યા)

(૨૨ ઓગસ્ટથી ૨૨ સપ્ટેમ્બર)

સૌર મંડળમાં તેજસ્વી આભા ધરાવતો ઝડપી ગતિનો ગ્રહ બુધની ઉચ્ચ રાશિ કન્યા છે. કન્યા રાશિ, લગ્ન કે સૂર્યમાં જન્મેલી વ્યક્તિઓ ઊંચી, પાતળી, નમણી અને ગોળ ચહેરાવાળી હોય છે. ઘઉંવર્ણ અને ઉઘડતો વાન તેમને લાવણ્યમય બનાવે છે. તેજસ્વીતાની આભા તેમના ચહેરા પર વર્તાય. પોતે જ બુદ્ધિશાળી હોવાનો ગર્વ તેમને સામાન્ય વ્યક્તિઓથી થોડા અતડા અને એકલા પાડી દે છે, પરંતુ આ જાતકો પોતાની અલગ જ ખૂબસુરતીથી રંગાયેલા હોય છે.

શરીર, મન અને સ્વાસ્થ્ય

વર્ષ ૨૦૨૩ની શરૂઆતમાં નવાં જન્મેલાં બાળકોના આરોગ્યની ચિંતા સતાવે. પ્રૌઢો માટે શ્વાસ અને બ્લડપ્રેશરને લગતી તકલીફોનો સામનો કરવો પડે. વર્ષની શરૂઆતના ત્રણ મહિના આરોગ્ય માટે સારા કહી શકાય, પરંતુ એપ્રિલથી મે દરમ્યાન તબિયત લથડે. અન્ય જાતકો માટે પગના ઢીંચણ અને સ્નાયુઓને લગતી બીમારી વધુ હેરાન કરે. ડાયાબિટીસના દર્દીઓએ નિયમિત ચેકઅપ કરાવવું પડશે. મે મહિનાની મધ્યમાં વૃષના સૂર્ય દરમ્યાન આરોગ્યમાં સુધારો વર્તાય, પરંતુ વર્ષનો મોટાભાગનો સમય ગુરુ-રાહુના આઠમા સ્થાને થતા ચાંડાલ યોગના ગોચર ભ્રમણમાં પસાર થતો હોવાના લીધે પોતાની રોજીંદી ક્રિયામાં આરોગ્યની ચિંતા રાખવી. ડૉકટરની સલાહ મુજબ દવાઓ લેવી. આયુર્વેદની દવાઓ ઉપર નિર્ભર રહેલા લોકોએ ખોરાકની ચરીમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. નિયમિત કસરત કરતા યુવાનો માટે તબિયત આખા વર્ષ દરમ્યાન ટનાટન રહેશે. નોકરી કે વ્યવસાયના સ્થળે પોતાની બુદ્ધિલક્ષી આવડત કારગત ન આવતી હોય તેવા લોકોને ટેન્શન વધી જાય ત્યારે કેટલીક ક્ષણો શાંતિથી બેસી ચિંતન કરવું.

મારું ઘર, મારો પરિવાર

કન્યાના જાતકો માટે આ વર્ષ પારિવારિક દ્રષ્ટિએ સામાન્ય રહેશે. પરસ્પરના સંબંધોમાં થોડી કડવાશ રહે. “હું’ પણું અને પોતાનો કક્કો સાચો પાડવામાં સંબંધોની મધુરતાને અસર થાય. માતા-પિતા પ્રત્યે આદરભાવ જાળવી રાખવાથી પરિસ્થિતિ વધુ વણસવાથી બચે. ભાતૃવર્ગનું સુખ સામાન્ય છે. સામાજિક સંબંધોમાં ઉતર-ચઢાવ જોવા મળે. પરિવારમાં એકબીજા સાથે જોડાઈ રહેવાથી હૂંફ મળશે. મે-જુન-જુલાઈ દરમ્યાન ઘરમાં કોઈ નવા પ્રસંગને લીધે પરિવાર ફરીથી એક સાથે જોવા મળે. રાજકીય પરિવારમાં તનાવ પ્રવર્તે અને નવાં જોડાણો થાય. સામાજિક મેળાવડાની સંખ્યામાં વધારો થતો જોવા મળશે.

સ્નેહ, શાદી અને સંતતિ 

આખા વર્ષ દરમ્યાન દામ્પત્ય જીવનમાં તનાવ-ખટરાગ હશે તો દૂર થશે. નવા દંપતિઓ માટે ખોળાના ખૂંદનારની ખોટ પુરાશે. પ્રેમ સંબંધમાં નવાં સમીકરણો રચાય, કસોટી કાળમાંથી પસાર થવું પડે. સાતત્યપૂર્ણ સંબંધોના પરિપાક રૂપે આ વર્ષ લગ્નના તાંતણે બંધાવાનો શુભ સંકેત આપે છે. પરિવારની સંમતિથી જોડાયેલા પ્રિયજનોમાં ખુશીનો માહોલ જોવા મળે, તેમની વચ્ચે વધુ નિકટતા વર્તાય. સંતાનોના કરીઅર અને અભ્યાસની બાબતમાં સફળતા મળે. સંતાનોની આજીવિકાના દ્રષ્ટિકોણથી આ વર્ષે નોકરી-ધંધા માટે નવી દિશાઓ ખૂલશે.

ભણતર અને ગણતર

વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક રીતે આગળ આવવા માટે એક કરતાં પરીક્ષાઓનું આયોજન થાય. સરકારી તંત્ર પણ શિક્ષણ અને ભરતી પ્રક્રિયામાં વિશેષ ધ્યાન આપે તેવી શક્યતાઓ છે. વધુ અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સફળ પુરવાર થશે. મિકેનીકલ એન્જિનીયર, લશ્કરી તાલીમ, કેમિકલ એન્જિનીયર, પર્યાવરણને લગતા અભ્યાસમાં વધુ ક્ષિતિજો ખૂલશે. ખાસ વિદ્યાર્થીઓ પોતાની પસંદગીના અભ્યાસમાં વધુ રૂચિ કેળવી આગળ વધી શકશે. સખત રીતે કરેલી મહેનત એળે નહીં જાય અને નજીકના ભવિષ્યમાં રંગ લાવશે. વિદ્યાર્થીકાળ એક યા બીજી રીતે સફળ પુરવાર થશે.

જોબ, બિઝનેસ અને કરીઅર

વ્યાપારી વર્ગ નવા વર્ષમાં શુભ શરૂઆત કરી શકશે. વ્યાપાર ક્ષેત્ર કન્યાના જાતકોની ઉન્નતિ થાય. કેન્દ્રસ્થાને રહેલા બુધ અને ગુરુ નોકરીઆત વર્ગને ખુશી અપાવે. નવી રોજગારી મેળવવા ઈચ્છુક યુવાનો માટે જુન-જુલાઈમાં નવી તકો ઊભી થાય. શેરબજારમાં રોકાણ કરનારાઓને સારું વળતર મળી રહે. સામાજીક ક્ષેત્રે કાર્યરત મહાનુભાવો માટે લોકપ્રિયતા મેળવી શકાશે. સામાજીક કાર્યો વધુ ઉત્સાહથી કરી શકશે અને જરૂરીયાતમંદોને મદદરૂપ બની શકશે. અધિકારી વર્ગ પોતાનું અધિપત્ય જાળવી શકશે. બઢતી-પ્રમોશનના પ્રસંગને લઈ પોતાની ઈચ્છીત જગ્યાએ સ્થાનાંતર કરી શકશે. સામાન્ય નોકરી કર્મચારીઓ અને મજુર વર્ગના માટે પણ આર્થિક સંજોગો ઉજળા રહેશે. ધંધા-રોજગાર ક્ષેત્રે ઉદ્યોગપતિઓ માટે મે અને નવેમ્બર મહિનો સફળ પુરવાર થાય. બુદ્ધિજીવી વર્ગ અને ખાસ કરીને વકીલો-સોલિસીટરોેને નવી સફળતા ઊંચાઈ અપાવે. કોર્ટોના વૈધાનિક ચુકાદાઓની અસર દેશના લોકતંત્ર ઉપર પડશે.

પૈસા યે પૈસા

કન્યાના જાતકો માટે આર્થિક દ્રષ્ટિએ ૨૦૨૨ નું વર્ષ ચઢાવ-ઉતરાવવાળું રહેશે. સંયુક્ત મિલ્કતમાં ભાગ પડે અને પોતાને મળેલા હિસ્સાથી અસંતોષ ઊભો થાય. કોઈ આકસ્મિક બિમારી પાછળ ખર્ચ થાય. શેરબજારના રોકાણકારો માટે આ વર્ષ ફાયદાકારક રહે. પરંતુ નવી કંપનીઓમાં ઈન્વેસ્ટ કરતા પહેલા બજારનો પુરતો અભ્યાસ કરવો પડશે. મે-જુન દરમ્યાન આપને શેરબજારથી લાભ થવાની ઉજળી શક્યતાઓ જણાય છે. આ વર્ષ જમીન સાથે સંકળાયેલી વ્યક્તિઓ, ખનીજ સંપત્તિ, સોનું અને રાજકારણ સાથે સંબંધિત વ્યક્તિઓ માટે આ વર્ષ નસીબદાર પુરવાર થાય.

સ્થાવર-જંગમ સંપત્તિ અને વાહનસુખ

આર્થિક રીતે સંપન્ન વ્યક્તિઓ જાન્યુઆરીથી એપ્રિલ મહિનાની વચ્ચે સ્થાવર મિલ્કતમાં રોકાણ કરી શકશે. ઘરવિહોણા લોકોને સુવિધાવાળું નિવાસસ્થાન મળે. દલાલો માટે મકાન અને વાહનોની લે-વેચમાં સારો ફાયદો થાય. મેથી ઓગષ્ટ મહિના દરમિયાન નવી અજાણી જગ્યાએ રોકાણ કરવું હિતાવહ નથી. જુન અને નવેમ્બર મહિનો નવા વાહનની ખરીદી માટે આપના માટે શુભ ગણાય. શ્વસુર પક્ષ તરફથી મિલ્કત સંબંધી ફાયદો કરાવશે. અને ખનીજ સાથે સંકળાયેલા લોકોને સારો ફાયદો થાય, વર્ષની મધ્યમાં આપના ઉત્પાદનની માગ વધશે. પોતાની બુદ્ધિશક્તિથી રાજકીય ક્ષેત્રે કામ કરતા લોકોનો પ્રભાવ વધશે અને સેવાકીય પ્રવૃત્તિ સાથે આત્મસુખ માટે કરેલા પ્રયત્નો સફળ થશે.

નારી તું નારાયણી

નોકરી અને વ્યવસાયમાં એપ્રિલ મહિના સુધીનો સમય ખુશનુમા રહે. તે પછી તકેદારી રાખવી. સ્થાન પરિવર્તન કે ઘર બદલવાના સંજોગો બને. બદલાની ૃઋતુની આરોગ્ય ઉપર અસર પડે એટલે વાયરલ ઇન્ફેક્શનથી સાચવવું સ્વયં ઉપર નિયંત્રણ રાખવું. પોતાના બુદ્ધિચાતુર્યથી પારિવારિક અને સમાજ જીવનના અટવાયેલા પ્રશ્નો ઉકેલાઈ જાય જેથી માન-મોભો વધશે. વિવાહ યોગ્ય મહિલાઓના લગ્ન માટેની તારીખો નક્કી થાય. માતાઓ માટે દીકરીઓને લગતા સામાજીક પ્રશ્ને ઉકેલાય. રોગ પ્રતિકારક શક્તિ વધે તેવા ઉપાયો કરવા લીલા મગનો ફણગાવીને ખાવામાં ઉપયોગ કરવો. લીલા શાકભાજીનો ખોરાકમાં વધુ ઉપયોગ કરવો. લીલા, પીળા અને ગુલાબી રંગના વસ્ત્રો પહેરવા. મહાદેવજીની ઉપાસના કરવી.

વિશેષ ઉપાય

રિદ્ધિ-સિદ્ધિના દેવતા ભગવાન ગણેશજીની દૂર્ગાની પુજા કરવી. પરિવારના સુખ માટે વિષ્ણુ સહસ્ત્ર અને નારાયણ કવચનો પાઠ કરવો. બુધના મંત્ર જાપ કરવા. સારી તંદુરસ્તી માટે સૂર્યકવચ અથવા રામ રક્ષા સ્તોત્ર ઉપયોગી નિવડશે. વિપરિત પરિસ્થિતિમાં પણ આપ અડગ રીતે સ્થિર રહી શકો છો. તીવ્ર બુદ્ધિશક્તિ અને કર્તવ્ય નિષ્ઠા આપને કાર્ય સિદ્ધિ અપાવશે. બુધવાર અને ગુરુવારના દિવસે મહત્વનાં કામો કરવાથી સફળતાના ચાન્સ વધી જશે. વ્યવસાયિક સમસ્યાઓ અને શત્રુથી ઘેરાયેલા હો તો ગજેન્દ્ર મોક્ષનો નિયમિત પાઠ કરવો. જાન્યુઆરી, એપ્રિલ, નવેમ્બર, ડિસેમ્બર મહિના આપના માટે વધુ અનુકૂળ છ

ટેરો કાર્ડ્સ શું કહે છે? 

The Hermit :  રાશિચક્રની કન્યા રાશિ બુધની છે જેનો સંબંધ ધ હેરમીટ કાર્ડ સાથેનો છે. પોતાનું ધ્યેય હાંસલ કરવા પોતાની આવડત હોંશિયારીનો વિવેકપૂર્વક ઉપયોગ આ રાશિની વ્યક્તિઓ કરે છે અને સહુનું માર્ગદર્શન મેળવી પોતાના અંતરાત્માને અનુસરી નિર્ણય લેતા હોય છે. આંતરિક જીવનના રહસ્યોને શોધવા પ્રયત્નશીલ રહેતા હોય છે.

આરોગ્ય : આરોગ્યની દ્રષ્ટિએ એકંદરે ૨૦૨૩નું વર્ષ સારું રહેશે. વાહન ચલાવવામાં કાળજી રાખવી અન્યથા પાડવા-વાગવાનો યોગ ઉદભવશે. મે અને સપ્ટેમ્બર માસ દરમ્યાન આરોગ્ય સંબંધિત કોઈ તકલીફ ઉદ્ભવે ત્યારે તુરંત જ ડોકટરની સલાહ લેવી, આળસવૃત્તિ તકલીફમાં મૂકી શકે.

નાણાંકીય : નાણાંકીય દ્રષ્ટિએ લાભદાયક ૨૦૨૩ નું વર્ષ તમારા માટે સરળતા સૂચવી જાય છે. આવકમાં વધારો થશે. નવી આવક ઉભી થશે. કુટુંબની વ્યક્તિઓ સાથે નવું નાણાકીય રોકાણ શેરબજાર કે જમીન-મકાન માટે કરી શકશો. કોઈને હાથ ઉછીના આપેલા પૈસા પરત મળશે. વારસાગત બાબતોનો લાભ મળશે. પાકી ગયેલી વીમા પોલીસીના નાણાં મળશે.

નોકરી-વ્યવસાય : નોકરી-વ્યવસાયમાં પ્રગતિ જોવા મળશે. ધંધાકીય દ્રષ્ટિએ નવા ફેરફારો કરવા ઈચ્છતી વ્યક્તિઓને નવી તક પ્રાપ્ત થશે. ઈમ્પોર્ટ-એક્સપોર્ટના કામોમાં સારો લાભ મળશે. વિદેશ નોકરી અંગે પ્રયત્નશીલ વ્યક્તિઓને તક મળશે. નોકરિયાત વર્ગની વ્યક્તિઓ માટે મનગમતા ફેરફારો થશે તથા ઉપરી અધિકારી વર્ગનો સહકાર મળશે. જે પ્રોજેક્ટ પોતાના હાથમાં હશે તે સરળતાપૂર્વક પુરો કરી શકશે અને નવું કામ મેળવી શકાશે.

વિદ્યાભ્યાસ : અભ્યાસ માટે શુભફળ મળશે. વિશેષ કરીને સંશોધન કરી રહેલા વિદ્યાર્થીઓને પોતાના સંશોધન વિષયમાં સરળતા રહેશે અને યશ મેળવી શકશે. નબળા વિદ્યાર્થીઓને થોડી વધુ મહેનત ધાર્યું પરિણામ આપી શકશે. વધુ અભ્યાસ માટે પરદેશ જઈ રહેલા વિદ્યાર્થીઓના માટે સરળતા રહેશે.

પ્રણય સંબંધ : તમારી પ્રિય વ્યક્તિ સાથેના ઉદભવેલા મતભેદો દૂર કરી શકશો. વિવાહ-લગ્ન માટે દ્વિધા અનુભવી રહેલી વ્યક્તિઓ યોગ્ય નિર્ણય લઈ શકશે. નવી વ્યક્તિઓના પરિચયમાં આવવાનું થશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *