ઘોડેસવારી દરમિયાન ઘાયલ થતાં રણદીપ હુડ્ડાને હોસ્પિટલ ખસેડાયો

0

[ad_1]

  • રણદીપ હુડ્ડા ઘોડેસવારી દરમિયાન પડી જવાથી ઇજાગ્રસ્ત થયો
  • એક્ટરને બેભાન હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા
  • મુંબઈની કોકિલાબહેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

અભિનેતા રણદીપ હુડ્ડા ઘોડેસવારી દરમિયાન ઘાયલ થયો છે. અહેવાલો અનુસાર, રણદીપ હુડ્ડા ઘોડેસવારી દરમિયાન પડી જવાથી ઇજાગ્રસ્ત થયો હતો. ગંભીર રીતે ઘાયલ થયા બાદ બેભાન હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે. રિપોર્ટ અનુસાર ફિલ્મ વીર સાવરકર માટે 22 કિલો વજન ઘટાડવાને કારણે તેના ઘૂંટણની આસપાસ બહુ ઓછું માંસ બચ્યું છે. જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ તેમને ઘૂંટણની સર્જરી પણ કરાવવી પડી શકે છે.

હાલ રણદીપ હુડ્ડાને સારવાર માટે મુંબઈની કોકિલાબહેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમને સંપૂર્ણ બેડ રેસ્ટની સલાહ આપવામાં આવી છે. હાલમાં સારવાર હેઠળ છે અને તેમના હેલ્થ અપડેટની રાહ જોવાઈ રહી છે. આ પહેલાં પણ રણદીપ હુડ્ડા રાધે ફિલ્મના શૂટિંગ દરમિયાન સેટ પર ઘાયલ થયો હતો. 2019માં રણદીપ હુડ્ડા સલમાન ખાન સાથે રાધે માટે એક્શન સિક્વન્સનું શૂટિંગ કરતી વખતે ઘાયલ થયો હતો.

આ ઈજાના કારણે જમણા પગના ઘૂંટણની સર્જરી કરાવવી પડી હતી. આ સર્જરી તેની સિરીઝ ઇન્સ્પેક્ટર અવિનાશના શૂટિંગ દરમિયાન થઈ હતી. રણદીપ હુડ્ડાએ બોલિવૂડને ઘણી હિટ ફિલ્મો આપી છે. સરબજિત, ગ્દઁ-11 સહિત ઘણી ફિલ્મોમાં તેના અભિનય માટે તેના વખાણ થયા છે. ફેન્સ તેની એક્ટિંગના દીવાના છે. ફેન્સ તેની કોઈપણ ફિલ્મને મીસ કરતા નથી. આમ ચાહકો હાલમાં ફિલ્મ વીર સાવરકરની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *