Chief Secretary of Gujarat : ગુજરાતના મુખ્ય સચિવ તરીકે વરિષ્ઠ અધિકારી પંકજ જોષીએ આજે શુક્રવારે ગાંધીનગર ખાતે પદભાર સંભાળ્યો હતો. રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર વય નિવૃત્ત થતાં પંકજ જોષીએ મુખ્ય સચિવ તરીકે ચાર્જ સંભાળ્યો હતો. મુખ્ય સચિવ જોષીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ‘ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, એફ.ડી.આઈ ઇન્વેસ્ટમેન્ટ સહિત અનેક ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહ્યું છે. ભારતમાં ગુજરાત રાજ્ય ગ્રોથ એન્જિન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે.