રાજકોટ: મહિલા કોલેજના PhD વડા મહિલા ડૉક્ટરનો મૃતદેહ મળતા ચકચાર

0

[ad_1]

  • ડૉ શોભાનો મૃતદેહ પોતાના જ ઘરમાંથી મળ્યો
  • દીકરીનો ફોન રીસિવ ન કરતા તપાસ દરમિયાન જાણ થઈ
  • મૃતકના પતિ વડોદરા મેડિકલ કોલેજમાં ફરજ પર

રાજકોટ મહિલા કોલેજના PhD વડા ડૉકટર શોભાનો ઘરમાંથી મળ્યો મૃતદેહ મળી આવ્યો છે. ગોધરા રહેતી દીકરીએ અનેક ફોન કરતા ફોન રિસીવ ના કરતાં પાડોશીને ફોન કર્યો. પાડોશી અને મેડિકલ કોલેજનો સ્ટાફ એકત્ર થઈ દરવાજો તોડતા ડૉ.શોભાનો મૃતદેહ બેડ પર પડ્યો હતો.

ડૉ.શોભા રેસકોર્સ પાર્કની અંદર ફલેટ નંબર 103માં રહેતા હતા. વહેલી સવારે 3 થી 4 વાગ્યાની આસપાસ ડૉ.શોભાનો મૃતદેહ મળી આવ્યો. તેમના પરિવારના બધા સભ્યો બહારગામ રહે છે.

પાડોશી ચંદનભાઇએ કહ્યું કે તેમને રાત્રે એટેક આવી ગયો હશે. અમે ઘણી કોશિશ કરી અને ઘણા ફોન કર્યા તેમનો મોબાઇલ સ્વીચ ઓફ જ આવતો હતો. તેમના ઘરના લાઇટ અને ટીવી પણ ચાલું હતું. ઘણી વખત તેઓ રાત્રે મોડા સુધી કામ કરતા હતા. અમે દરવાજો ખખડાવ્યો ફોન કર્યો પણ તેઓએ રિસીવ ના કરતાં અમે દરવાજો તોડયો. ત્યારે તેઓ તેમના બેડમાં મૃત અવસ્થામાં હતા. અમે 108ને બોલાવી પરંતુ આવી નહીં અને અમે ખાનગી કારમાં સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા. 108 પોણા કલાક સુધી આવી નહોતી. અમે સિવિલ હોસ્પિટલ પહોંચવા આવ્યા ત્યારે છેક 108નો લોકેશન માંગવા માટે ફોન આવ્યો.

ડૉ.શોભા પીએચડી વોર્ડના વડા હતા. તેમના પરિવારના સભ્યો ડૉકટર છે. હાલ તો ફોરેન્સિક પીએમ થયા બાદ મોતનું કારણ સામે આવશે. પ્રદ્યુમનનગર પોલીસે સમગ્ર તપાસ હાથ ધરી છે. મૃતક ડોકટરના પતિ વડોદરા મેડિકલ કોલેજમાં ફરજ બજાવે છે. સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસ તપાસ કરી રહી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *