Rajkot: ગર્ભમાં જ બાળકને મળે છે સંસ્કાર, ઉપલેટામાં ફ્રીમાં ચાલી રહ્યું છે ગર્ભસંસ્કાર કેન્દ્ર!

0

[ad_1]

Mustufa Lakdawala,Rajkot : માતા બનવું એ ખુબ જ સૌભાગ્યની વાત છે.ત્યારે માતા બનતા પહેલા મહિલાઓ ઘણી મુશ્કેલીનો સામનો કરે છે. 9 મહિના સુધી બાળકને પેટમાં રાખે છે અને તે પછી માતા બને છે. ત્યારે આ 9 મહિનાની જર્ની ઘણી જ કઠિન હોય છે.ત્યારે બાળક ગર્ભમાં હોય ત્યારે જ તેની સાથેનો માતાનો સંબંધ વધારે મજબૂત થાય તે માટે ગર્ભ સંસ્કારના કેન્દ્ર ચલાવવામાં આવે છે.જેમાં મહિલાઓને ઘણી માહિતી આપવામાં આવે છે.

ત્યારે રાજકોટના ઉપલેટામાં ગર્ભવતી મહિલાઓ અને નાના બાળકોની માતા માટે વિનામૂલ્ય ગર્ભ સંસ્કાર કેન્દ્ર ચલાવવામાં આવે છે. જ્યાં ગર્ભવતી મહિલા અને તેમના પરિવારો સહિતના સૌ કોઈને ગર્ભમાં રહેલા બાળક અને નાના બાળકને કેમ સંસ્કારી અને સમજદાર બનાવવું તેમના વિષે વિશેષ માહિતી આપવામાં આવે છે.


વિના મૂલ્યે ચલાવવામાં આવે છે આ કેન્દ્ર

ગર્ભવતી મહિલાઓ અને તેમના પરિવારને મદદરૂપ થવા અને ખાસ કરીને નાના બાળકોને ઉછેર અને તેમને જ્ઞાન, સંસ્કાર અને સારા વાતાવરણમાં રાખી સારા અને સમજુ તેમજ હોશિયાર બાળકોને ઉછેરવા અને તેમને મોટા કરવા માટેનું વાતાવરણ ઉપરાંત આ બાળકોને આપવામાં આવતી સમજ તેમજ ગર્ભમાં રહેલા બાળકને ગર્ભની અંદર જ ક્યા પ્રકારના સંસ્કારો અને તેમનો ઉછેર કરવો તે તમામ પ્રકારની માહિતીઓ અને સમજ ઉપલેટાના આ આશ્રય ગર્ભ સંસ્કાર કેન્દ્રનીમાં કોઈ પણ ચાર્જ વગર આપવામાં આવે છે.

આ કેન્દ્રમાં આવવાથી મહિલાઓને થાય છે ઘણો લાભ

આ સાથે જ ગર્ભવતી મહિલાઓને આ કેન્દ્રમાં આવવાથી અનેકો પ્રકારના ફાયદાઓ પણ થયેલા છે.જેથી આ કેન્દ્રમાં આવતી ગર્ભવતી મહિલાઓ તેમજ નાના બાળકોની માતાઓ સહિતનાઓના પરિવારની અંદર પણ આ કેન્દ્રમાં આવવાથી ઘણા ફાયદાઓ અને ઘણી બાળકમાં અને પરિવારમાં પણ સમજૂતી જોવા મળી છે.

ઉપલેટામાં રહેતા નીતાબેન જયેશકુમાર માંડલિયા નામની મહિલા છેલ્લા ઘણા વર્ષોથી ગર્ભ સંસ્કાર કેન્દ્ર સાથે સંકળાયેલા છે.જેમાં ભૂતકાળની અંદર સરકાર દ્વારા આ પ્રકારના કેન્દ્રો ચલાવવા માટે યોજનાઓ અને તેમના સંચાલકોની નિમણૂક કરવામાં આવી હતી.પણ વર્ષ 2020થી સરકાર દ્વારા આ યોજના બંધ કરી અને આ કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મીઓને અચાનક છુટા કરી દેવામાં આવ્યા હતાં.

ઉપલેટાની આ મહિલાએ શરૂ કર્યું કેન્દ્ર

ત્યારે ઉપલેટા નિતાબેન માંડલિયા નામના આ મહિલા આ કામથી પોતે અંગત રીતે પ્રભાવિત થયા હતા જેને લઈને સરકારે બંધ કરેલી કામગીરી ઉપલેટાની કિલ્લોલ શાળાના માધ્યમથી કોઈ લાભ લેવા માટે અને આ કેન્દ્રમાં જોડાવા અને સામેલ થવા માંગતા હોય તેમને વિનામૂલ્ય તમામ જ્ઞાન, તાલીમ સમજ અને સેવાઓ તેમને આશ્રય ગર્ભ સંસ્કાર કેન્દ્રના માધ્યમથી શરૂ કરી કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યું છે.

અહિં અપાઈ છે તમામ પ્રકારની તાલિમ

આ કેન્દ્રની અંદર તેઓ જોડાયા છે ત્યારથી તેમની પાસે અસંખ્ય ગર્ભવતી મહિલાઓ આવી ચૂકી છે.જેમાં પતિ-પત્નીઓ, બાળક એટલે કે ફેમિલી પ્લાનિંગ કરવાનું વિચારતા હોય તેવો તેમજ નાના બાળકોની માતા અને તેમના પરિવારો સહિતના સૌ કોઈ લોકોઆ કેન્દ્ર ખાતે આવે છે અને જ્ઞાન મેળવે છે.અહિંયા ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને વધુ પ્રાધાન્ય આપી અને ગર્ભમાં રહેલા બાળક સંસ્કારી, સમજુ અને હોશિયારની સાથે સાથે તંદુરસ્ત જન્મે તે માટેના પણ તમામ તાલીમ આપવામાં આવે છે.

તમારા શહેરમાંથી (રાજકોટ)

First published:

Tags: Local 18, મહિલા, રાજકોટ

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *