રાજકોટ: રિયલ ફ્રેન્ડ ફાઉન્ડેશને લોકોને લાલચ આપી છેતરપિંડી કરી

0

[ad_1]

  • લગ્ન સહાય યોજનાના નામે ઉઘરાવ્યા રૂ.25 હજાર
  • 25 હજારના બદલે એક લાખ આપવાની કરી હતી વાત
  • લગ્ન પહેલા પૈસા ભર્યાના પાંચ મહિના બાદ 87 હજાર મળે

રાજકોટમાં રિયલ ફ્રેન્ડ ફાઉન્ડેશન સામે છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે. જેમાં લગ્ન સહાય યોજનાના નામે લોકો પાસેથી રૂપિયા 25,000 ઉઘરાવ્યા હતા. તથા 25 હજારના બદલે એક લાખ આપવાની વાત કરી હતી. તેમાં ફાઉન્ડેશને હજારો લોકો સાથે છેતરપિંડી કરી છે. તથા લગ્ન પહેલા પૈસા ભર્યાના પાંચ મહિના બાદ 87 હજાર મળશે તેમ જણાવ્યું હતુ.

રાજ્યભરમાં રિયલ ફ્રેન્ડ નામની સંસ્થાની બ્રાન્ચ આવેલી છે
ઉલ્લેખનીય છે કે ચેક પરત ફરતા લોકોની સાથે છેતરપિંડી થતા વિરોધ કરવામાં આવ્યો છે. રિયલ ફ્રેન્ડ ફાઉન્ડેશન નામની જુનાગઢની સંસ્થા સામે છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે. લગ્ન સહાય યોજનાનાં નામે ભોગ બનનાર લોકો પાસેથી 25 – 25 હજાર ઉઘરાવ્યા હતા. જેમાં 25 હજારના બદલે એક લાખ આપવાનો વાયદો કર્યો હતો. તેમાં 1200થી 1500 લોકો સાથે છેતરપિંડી કરી છે. રાજ્યભરમાં રિયલ ફ્રેન્ડ નામની સંસ્થાની બ્રાન્ચ આવેલી છે.

ચેક પરત ફરતા લોકોને છેતરાયાનો અહેસાસ થયો
2019માં સંસ્થા ઇ લગ્ન સહાય યોજના શરૂ કરી હતી. જેમાં લગ્ન પહેલા 25 હજાર ભરવાના હતા. તથા લગ્નનાં પાંચ મહિના બાદ રૂપિયા 87,900 નો ચેક આપે છે. જેમાં ચેક પરત ફરતા લોકોને છેતરાયાનો અહેસાસ થયો હતો. તેથી ઓફિસે લોકોના ટોળા એકત્ર થયા હતા.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *