Rajkot: રાજકોટ APMCમાં કેમ વાહનોની લાંબી લાઇન લાગી, ખેડૂતોને શું ભાવ મળી રહ્યાં છે, જાણો

0

[ad_1]

Mustufa Lakdawala,Rajkot : રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં રોજે રોજ નવા પાકની આવક થઈ રહી છે. હાલમાં જીરાની આવક શરૂ થઈ છે. આ સાથે જ આ વખતે જીરાના ભાવ આસમાને પહોંચી ગયા છે. ખેડૂતોને જીરાનો પોષણક્ષમ ભાવ મળતા ખુશીની લહેર જોવા મળી રહી છે.

તમને જણાવી દયે કે પહેલીવાર જીરાનો ભાવ 6 હજારને પાર પહોંચ્યો છે.જીરાનો પહેલો સોદો 6 હજાર 300 રૂપિયામાં થયો છે.આમ આ વખતે જીરાના પાકની બજાર ઉંચી ગઈ છે. જેથી ખેડૂતો જીરાનું વેચાણ કરવા માટે માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યાં છે.

જીરાની સાથે સાથે કપાસ, મગફળી, તલ, સોયાબીન અને લાલ સુકા મરતા સહિત અનેક પાકોની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે.એમાં પણ ખેડૂતોને અત્યારે પુરતા પ્રમાણમાં ભાવ મળી રહ્યો હોવાથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહ્યાં હોવાથી રોજ હજારો ખેડૂતો તેનો માલ વેચવા માટે આવી રહ્યાં છે. માર્કેટિંગ યાર્ડની બહાર વહેલી સવારે વાહનોની લાંબી લાઈનો પણ જોવા મળે છે. અહિંયા દુર દુરથી ખેડૂતો તેનો પાક વેંચવા માટે આવી રહ્યાં છે.

જાણો અન્ય પાકોના શું ભાવ બોલાયા

માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ 1550થી 1750 બોલાયા, ઘઉંનો ભાવ 510થી 560 રૂપિયા, મગફળીના ભાવ 1100થી 1270 રૂપિયા, સોયાબીનના ભાવ 1000થી 1180 રૂપિયા, લાલ સુકા મરચાના ભાવ 3200થી 4500 રૂપિયા બોલાયો હતો.આમ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પુરતો ભાવ મળી રહ્યો હોવાથી અહિંયા મોરબી, સુરેન્દ્રનગર સહિત અનેક ગામોના ખેડૂતો પોતાનો માલ વેંચવા માટે અહિંયા આવી રહ્યાં છે.

તમારા શહેરમાંથી (રાજકોટ)

First published:

Tags: Local 18, એપીએમસી, ખેડૂત, રાજકોટ

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *