– Rajkot police investigate biker fall in dig and death case – News18 Gujarati

0

[ad_1]

રાજકોટઃ શહેરના રૈયા રોડ પર બનેલી અકસ્માતની ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. હર્ષ ઠક્કર બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે રોડની વચ્ચેવચ્ચ થઈ રહેલા કંસ્ટ્રક્શન કામ માટે ખોદવામાં આવેલા ખાડામાં પડ્યા બાદ ઘટના સ્થળ પર જ જીવ ગુમાવી દીધો હતો. આ ઘટના બાદ લોકોએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરશનની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. મામલો વધારે ચગ્યા બાદ ખાડાની ફરતે આડશ મૂકવામાં આવ્યા હતા, અને પોલીસના જવાનો પણ ઘટના સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા હતા. ઘોડા છૂટી ગયા બાદ તબેલા તાળા મારવા જેવી હાલત થતા લોકોએ તંત્ર સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. શહેરમાં અન્ય સ્થળ પર ચાલતા બ્રિજના કંસ્ટ્રક્શન અને ત્યાં લેવામાં આવેલા તકેદારી અંગે પણ લોકોએ સવાલ ઉભા કર્યા છે.

મૃતક હર્ષના પિતાએ નોંધાવી પોલીસ ફરિયાદ

રાજકોટમાં ખાડામાં પડવાથી યુવકનું મોત થવાની ઘટનામાં મૃતક હર્ષના પિતાએ પોલીસ ફરિયાદ કરી છે. તેમણે મહાનગર પાલિકાના જવાબદાર સ્ટાફ સામે કાર્યવાહી કરવા માટે ફરિયાદ કરી છે. પિતાએ ઘટનાના 15 મિનિટ પહેલા જ વાત કરી હતી અને આ ઘટના અંગે તેમણે તંત્રની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાને લઈને પિતાના તથા પરિવારના સભ્યોના આંસુ રોકાઈ રહ્યા નથી.આ પણ વાંચોઃ ગાંધીનગરઃ મંજૂરી વિના ઝાડીમાં કે અન્ય જગ્યાએ નોનવેજનું વેચાણ કરનારાઓની ખેર નથી

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં હર્ષના પિતાએ સાપરાધ મનુષ્યવધની ફરિયાદ કરી છે. ખાડો કોની બેદરકારીના કારણે ખુલ્લો રહ્યો હતો તે અંગે તપાસ કરવા માટેની આ ફરિયાદમાં માગણી કરવામાં આવી છે. આ સાથે કોના આદેશથી ખાડો ખોદવામાં આવ્યો તે અંગે પણ તપાસ કરવા માટેની માગણી કરવામાં આવી હતી અને કોના દ્વારા તેનું સુપરવિઝન કરાઈ રહ્યું હતું તેની તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી છે.

Published by:Tejas Jingar

First published:

Tags: Rajkot city, Rajkot News, Rajkot police, Road accident



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *