રાજકોટની ગુંદાવાડી હોસ્પિટલ ખાતે મહિલાની હોસ્પિટલની બહાર જ ડિલિવરી થઇ ગઈ હતી. સમગ્ર મામલે મહિલાના પતિએ જણાવ્યું હતું કે મહિલાને એમ્બુલન્સમાં હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. ત્યારબાદ કેસ કાઢવાનું કહેવામાં આવતા બેડ આપવામાં આવ્યો ન હતો.
રાજકોટમાં અવાર નવાર ચોંકાવનારા કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે રાજકોટમાં ફરી એકવાર હોસ્પિટલની બેદરકારી દર્શાવતો કિસ્સો સામે આવ્યો છે. ગુંદાવાડી હોસ્પિટલમાં બેડ ખાલી ન હોવાથી મહિલાની રોડ પર જ ડીલીવર કરાઈ હતી. ડિલિવરી દરમિયાન મહિલા ભારે મુશ્કેલીમાં હતી. આ મહિલા મધ્યમ વર્ગની હોવાથી તેને બેડ ન મળ્યો હોવાથી ઘણી હાલાકી ભોગવવી પડી હતી. ડિલિવરી સમયે મહિલાને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી, ત્યારે હોસ્પિટલમાં બેડ ખાલી ન હોવાથી મહિલાની રોડ ઉપર જ ડિલિવરી કરાઈ હતી.
મહિલાની રોડ પર ડિલિવરી કરવામાં આવી
આજ રોજ રાજકોટમાં આવેલી ગુંદાવાડી હોસ્પિટલમાં સર્ગભા મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં બેડ ખાલી ન હોવાથી મહિલાની રોડ પર ડિલિવરી કરાઈ હતી. ડિલિવરીમાં મહિલાને ઘણી મુશ્કેલી ભોગવવી પડી હતી.
જોખમમાં મૂકાઈ મહિલાની સલામતી
મહિલાના પતિએ જણાવ્યું કે, આવી રીતે ડિલિવરી ન થવી જોઈએ. કેસ કઢાવવા ગયા ત્યારે રસ્તા પર ડિલિવરી કરવામાં આવી. હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ નરેન્દ્રસિંહએ જણાવ્યું કે, સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. દર્દીને દાખલ કર્યા હતા પણ તેઓ બહાર આવી ગયા. જે પણ થયું છે તે ગંભીર બેદરકારી છે. આવી બેદરકારી ન થવી જોઈએ. જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
કેમ્પસમાં ડિલિવરી મુદ્દે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન
રાજકોટમાં આવેલ હોસ્પિટલમાં બેડના અભાવે ડિલિવરી પર નિવેદન આપવામાં આવ્યું છે. પટેલએ જણાવ્યું કે, જે બહેનની ડિલિવરી બહાર થઈ છે તેમણે કહ્યું હતું કે, દર્દ થોડું ઓછું થયુ છે એટલે બહાર બેસુ છું અને બહાર બેઠા હતા અને દર્દ ઉપડતા જ હોસ્પિટલના નર્સ દ્વારા ડિલિવરી કરાવવામાં આવી હતી. બેડનો અભાવ હતો એવું કંઈ જ નથી.