રાજકોટ મનપા પર તેના આખા બજેટ જેટલું ૧૧૨૫ કરોડનું સરકારી દેવું ચડત

0

[ad_1]

Updated: Jan 23rd, 2023


રાજ્ય સરકારના સિંચાઈ,જીડબલ્યુઆઈએલ, પા.પુ.બોર્ડ અને
સૌની વિભાગ વર્ષોથી માંગે છે આ રકમ
,
મોટાભાગની રકમ મનપાના મતે ભરવાપાત્ર નથી

રાજકોટ :  રાજકોટ મહાપાલિકાની આખા વર્ષી મુડી અને મહેસુલી આવક જેટલી
થાય છે તેટલું કે તેના કરતા પણ વધારે રકમ રુ.૧૧૨૫.૩૪ કરોડનું દેવું માત્ર પાણીના
ચાર્જ પેટે ચડત થઈ ગયું છે અને આ લેણદાર અન્ય કોઈ નાણાકીય સંસ્થા નહીં પરંતુ
, ખુદ રાજ્ય સરકાર
છે. મનપાની આથક ક્ષમતા જ એટલી નથી કે આ રકમ ભરી શકે અને રાજકોટ અને રાજ્યમાં ૨૭
વર્ષથી ભાજપની સરકાર છતાં લોકોને પીવા માટે પાણી આપવાનો આ ચાર્જ નથી જતો કરાતો
, નથી વાજબી કરાતો
કે નથી વસુલાતો અને મનપા તે માત્ર કાગળ પર નોંધવા માટે માનીને ભરતી પણ નથી તેથી દર
વર્ષે આંકડો મોટો થતો જાય છે.

પ્રાપ્ત વિગત અનુસાર (૧) રાજ્યનો સિંચાઈ વિભાગ રાજકોટને આજી,ન્યારી અને ભાદર
ડેમમાંથી પીવાનું પાણી ઉપાડવા રૃ.૩૦૭.૯૭ કરોડનું બિલ આપેલું છે. હવે તેમાં સૌથી
વધુ આજી-૧ ડેમમાં માટે ૨૨૧ કરોડનું માંગણુ છે
, આ ડેમ સંપૂર્ણપણે પીવાના પાણી માટે અનામત છે ત્યારે ૧૯૯૮માં
સ્વ.કેશુભાઈ પટેલના વખતથી તે મનપાને સોંપવાની પ્રક્રિયા હજુ પૂરી થઈ નથી જે કારણે
હિસાબે આ રકમ ચડાવાય છે. (૨) સરકારના ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ. દ્વારા
શહેરને નર્મદાનીર પૂરુ પાડવા માટે રૃ.૬૮૯.૭૧ કરોડના બિલો પેન્ડીંગ છે. (૩) સૌની
યોજના કે જેની વાહવાહી કરતા કોઈ પણ નેતા કદિ ધરાયા નથી તે મારફત આજી અને ન્યારી
ડેમમાં ઠલવાતા પાણી માટે ૧૨૪.૬૩ કરોડના બિલો અપાયા છે. મતલબ
, નર્મદાનીર મફત
નથી મળતું પરંતુ
, રાહત
દરથી વેચાણ કરાય છે જે પાણી જેવી પાયાની જરુરિયાત માટે હોય યોજના ઘડનાર સરકારે
પોતે ભોગવવો જોઈએ તેવી માગણી થતી રહી છે. (૪) ગુજરાત પા.પૂ.બોર્ડ દ્વારા શહેરમાં
નવા ભળેલા કોઠારીયા
, વાવડી, મુંઝકા, મોટામવાના
વિસ્તારોમાં પાણી આપવા માટે રૃ.૩ કરોડ માંગે છે. મનપાનું વાસ્તવિક બજેટ (આવક-ખર્ચ)
રૃ.૧૧૦૦ કરોડ આસપાસ જ રહે છે અને આ સરકારી દેવું રૃ.૧૧૨૫ કરોડ છે જે હપ્તે હપ્તે
ચૂકવવું પણ મનપા માટે સંભવ નથી.

આ તો માત્ર રાજકોટની વાત છે, સિંચાઈ,
જીડબલ્યુઆઈએલ, પા.પૂ.બોર્ડ, સૌની વગેરેથી ખાસ
કરીને સૌરાષ્ટ્રભરમાં પાણી અપાતું હોય છે જેના અબજો રુ.ના બિલ છે. અંદાજપત્રની
દ્રષ્ટિએ આ અબજો રુ.સરકારના ચોપડે બાકી આવક તરીકે બોલતા હોય તે સ્વાભાવિક છે પરંતુ
, વાસ્તવમાં આ આવક
આભાસી રહી છે. નગરપાલિકા અને મહાપાલિકામાં જકાત નાબુદ થયા પછી જી.એસ.ટી.ની બધી આવક
સરકારને જ મળે છે અને સુધરાઈઓ આથક રીતે સમૃધ્ધ રહી નથી.

આશ્ચર્યજનક વાત એ છે કે સરકારી બેન્કો ખાનગી ઉદ્યોગકારો કે
જેની પાસેથી રકમ વસુલવી જોઈએ તેના બદલે લાખો કરોડો રુ. એન.પી.એ.તરીકે માંડવાળ
કર્યા છે પરંતુ
, સરકાર
પરોક્ષ રીતે લોકો ઉપરના જ આ દેવાને હજુ આંશિક રીતે પણ માંડવાળ કરતી નથી. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *