Rajkot : રાજકોટમાં પોલીસે ટ્રાફિક સપ્તાહની ઉજવણી કેવી રીતે કરી, બસના ડ્રાઇવરોને શું સલાહ આપી?

0

[ad_1]

Mustufa Lakdawala,Rajkot : અત્યારે સમગ્ર રાજ્યમાં ટ્રાફિક પોલીસ સતર્ક બની છે. ટ્રાફિક નિયમોનો ભંગ કરતાલોકોને દંડવામાં આવી રહ્યાં છે. નો પાર્કિંગમાં પાર્કિંગ કરવું, સીટ બેલ્ટ ન બાંધવો.જેવા અનેક નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવામોટા મોટા રસ્તાઓ પર ટ્રાફિક અધિકારીઓ ઉભા જોવા મળી રહ્યાં છે. તો બીજી તરફ ટ્રાફિક પોલીસ દ્વારા અવેરનેસ પ્રોગ્રામ પણ ચલાવાઈ રહ્યાં છે. જેથી લોકોમાં ટ્રાફિકના નિયમો પ્રત્યેની જાગૃતિ આવે.ત્યારે રાજકોટવાસીઓમાં ટ્રાફિક અવેરનેસ માટે શહેર પોલીસ દ્વારા સ્પેશિયલ ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.

રાજકોટ પોલીસ દ્વારા સ્પેશિયલ ટ્રાફિક સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નાગરિકોને ટ્રાફિકના નિયમોને લગતી માહિતી મળે તે માટે અલગ અલગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી લોકોમાં અવેરનેસ ટ્રાફિક પ્રત્યેની જાગૃતિ આવે.

રાજકોટ પોલીસ દ્વારા આજથી 17 જાન્યુઆરી સુધી ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.જેમાં ટ્રાફિક સેફ્ટીને લગતીઅલગ અલગ ડ્રાઈવ યોજવામાં આવશે.જેથી લોકોને ટ્રાફિક પ્રત્યેની અવરેનસ આવે.તમને જણાવી દયે કે ટ્રાફિક વોર્ડન દ્વારા હેલ્મેટ પહેરીને બાઈક રેલી યોજાઈ હતી.

આ બાઈક રેલી યોજીને નાગરિકોને જાગૃત કરવામાં આવ્યાં હતાં. આ ટ્રાફિક અવેરનેસનો પ્રોગ્રામ શ્રી કાન્તા વિકાસ ગર્લ્સ હાઈસ્કુલમાં યોજાયો હતો. અહિંયા ટ્રાફિકના નિયમોથી માહિતગાર કરવામાં આવ્યાં હતા. પ્રોગ્રામ દરમિયાન ટ્રાફિકના નિયમો, સંકેતો અને વાહન ચલાવતા વખતે રાખવાની તકેદારી સૂચવતા વિવિધ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે.

બીજી તરફ રાજકોટ બસ પોર્ટ ખાતે પણ ટ્રાફિકના નિયમોની માહિતી બસના ડ્રાઈવરોને આપવામાં આવી હતી. જેથી રાજ્યમાંબનતા અવારનવાર અકસ્માતોને ટાળી શકાય.

આ સ્પેશિયલ ટ્રાફિક સપ્તાહની ઉજવણીમાં આધુનિક ટેકનોલોજીથી સજ્જ થયેલા ઈન્ટરસેપ્ટર વાહન અંગે અને હાઈવે પેટ્રોલિંગ વાહનનો અકસ્માત સમયે થતાં ઉપયોગની જાણકારી આપવામાં આવી છે.

આ સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો થકી લોકોને ટ્રાફિક નિયમન અંગે જાગૃત કરવામાં આવે છે. ટ્રાફિક નિયમન ન કરવાથીઅકસ્માતો થાય છે તે અંગે માહિતી આપવામાં આવી છે.

શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો ?, શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે ?, તમારીસફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઇચ્છો છો ? તો અમને જાણ કરો, આ રહ્યું અમારું મેઇલ આઇડી,જેમાં તમારી વિગત, સંપર્ક નંબર મોકલી આપો, અમારા રિપોર્ટર તમારો સંપર્ક કરશે.mustuprince51@gmail.com

તમારા શહેરમાંથી (રાજકોટ)

First published:

Tags: Local 18, રાજકોટ

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *