રાજકોટ: હીરાસર ઈન્ટરનેશનલ ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું એપ્રિલમાં લોકાર્પણ

0

[ad_1]

  • નાગરિક ઉડ્ડયન સચિવ રાજીવ બંસલે સમીક્ષા કરી
  • 1 ફેબ્રુઆરીના ફ્લાઇટ રન-વે પર ઉતારી ટેસ્ટિંગ થશે
  • ટર્મિનલ 1 બની ગયું છે, ટર્મિનલ 2નું કામ ચાલુ

રાજકોટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્ર-કચ્છની જનતાને મોટી ભેટ આપશે. હીરાસર ઇન્ટરનેશનલ ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું એપ્રિલ મહિનામાં લોકાર્પણ કરવામાં આવશે. નાગરિક ઉડ્ડયન સચિવ રાજીવ બંસલ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. 97 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. 1 ફેબ્રુઆરીના રોજ કેલીબેશન ફ્લાઇટ રન-વે પર ઉતારી ટેસ્ટિંગ કરવામાં આવશે. ફ્લાઇટ ટેસ્ટિંગ બાદ મોટી ફ્લાઇટ ઉતારવામાં આવશે.

હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ટર્મિનલ 1 બની ગયું છે જ્યારે ટર્મિનલ 2ની કામગીરી ચાલુ છે. DGCI દ્વારા 15 દિવસમાં તમામ NOC આપી દેવામાં આવ્યા બાદ લોકાર્પણની તૈયારી કરવામાં આવશે. રાજીવ બંસલે અધિકારીઓને લોકાર્પણ ક્યારે અને કેમ કરવું તેની આછેરી ઝલક આપી હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતનું સૌપ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ રાજકોટના હીરાસર ખાતે નિર્માણ થયું છે. ત્યારે હીરાસર એરપોર્ટમાં રન-વેનું કામ 97 ટકા જેટલું પૂર્ણ થઇ ચૂક્યું છે. અત્યાર સુધીમાં રાજકોટના હીરાસર ખાતે 1500 મીટરનો રનવે બની ચૂક્યો છે. આગામી એપ્રિલ 2023 સુધીમાં એરપોર્ટ ખાતે ટેસ્ટિંગ ફ્લાઇટ પણ શરૂ કરી દેવામાં આવશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *