અમરેલીમાં સરદાર જયંતિના ઉપલક્ષમાં યોજાયેલા કાર્યક્રમમાં ઈફકોના ચેરમેન અને પૂર્વ સાંસદ દિલીપ સંઘાણીએ સરદાર પટેલ વડાપ્રધાન ન બની શકયા તે માટે ગાંધીજીને જવાબદાર ઠેરવતા વક્તવ્યથી ભારે વિવાદ સર્જાયો છે.અમરેલીના બાબરાના ચમારડી ખાતે વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે બોલતા દિલીપ સંઘાણીએ લોકશાહીમાં હિટલરશાહી વિષે ઈતિહાસના પૃષ્ઠો ખોલ્યા હતા. તેમણે કહયું કે ભારત દેશને પોતાની તાકાતથી આઝાદ હિંદ ઘોષિત કરી સુભાષચંદ્ર બોઝે પ્રધાનમંડળ પણ બનાવ્યું હતું.
સ્તંત્રતા મળી ત્યારે જવાહરલાલ નેહરૂ કરતા સરદાર પટેલ તરફે બહુમતિ હતી. આમ છતાં લોકશાહીમાં બહુમતિનું માન ન જળવાય તે મોહનદાસ કરમચંદ ગાંધી જેમને મહાત્મા તરીકે ઓળખાય છે, તેમની દરમિયાનગીરીથી સરદાર પટેલ પ્રધાનમંત્રી ના બની શકયા બહુમતિના બદલે લઘુમતીના જોરે નિર્ણય લેવાય તેને ગાંધીજીના રસ્તે એવુ કહેવાય છે.બહુમતિ હોવા છતા સરદાર પટેલ વડાપ્રધાન ના બની શકયા એ લોકશાહીનું કલંકિત પ્રકરણ ગણાવતા સંઘાણીએ આ બાબતે બાદમાં એમ જણાવ્યું કે મે ગાંધીજીની સરખામણી હિટલર સાથે કરી નથી. મે બહુમતિના મહત્વ છતા લઘુમતીના જોરે સરદારને વડાપ્રધાન ના બનાવાય તેમ જણાવ્યું છે.