રાજકોટમાં દેશી દારૂનું મેન્યુફેક્ચરિંગ યુનિટ ઝડપાયુ છે. જેમાં માંડા ડુંગર વિસ્તારમાંથી દેશી દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયુ છે. પીઠડ આઈ સોસાયટીમાં ધમધમતું દેશી દારૂનું કારખાનું ઝડપાતા સ્થાનિકોમાં ચર્ચા શરૂ થયુ છે. અલગ અલગ ફ્લેવરમાં દેશી દારૂના પાઉચ બનાવ્યા હતા. મહેશ કરમશી ડાભી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
114 લીટર દારૂ સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો
114 લીટર દારૂ સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. રાજકોટમાં દેશી દારૂનું મેન્યુફેક્ચરિંગ યુનિટ ઝડપાયું છે. માંડા ડુંગર વિસ્તારમાં પીઠડ આઈ સોસાયટીમાં દેશી દારૂ બનાવવાનું કારખાનું ધમધમતું હતુ. અલગ અલગ ફ્લેવરમાં દેશી દારૂના પાઉચ બનાવવામાં આવતા હતા. તેમાં ઓરેન્જ અને વરીયાળી ફ્લેવર્સનો દેશી દારૂ બનાવવામાં આવતો હતો. પીસીબીએ દરોડો પાડીને મહેશ કરમશી ડાભી નામના શખ્સની ધરપકડ કરી છે. હેન્ડ ઓપરેટર સેલર પંચ સિલીંગ મશીન, પાઉચ બનાવવાના પ્લાસ્ટિકના રોલ, અલગ અલગ ફ્લેવરોની બોટલો સહિત રૂપિયા 24,000 થી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે.
દેશી દારૂના બુટલેગરો પણ તેમના ધંધામાં પરિવર્તન કરી રહ્યા છે
આમ તો દેશી દારૂની ભઠ્ઠીનું નામ પડે અને સડી ગયેલા ગોળ, ડબ્બા અને ભઠ્ઠાનું પિક્ચર મગજમાં આવે છે. જોકે હવે બદલાતા સમય સાથે દેશી દારૂના બુટલેગરો પણ તેમના ધંધામાં પરિવર્તન કરી રહ્યા હોય તેમ રાજકોટમાંથી અલગ અલગ ફ્લેવરનો દેશી દારૂ ઝડપાયો છે. રાજકોટ પોલીસ દ્વારા માંડા ડુંગર વિસ્તારમાં દારૂ ઝડપાયો હતો. આ વિસ્તારમાં આવેલી પીઠડ આઈ સોસાયટીમાં ધમધમતું હતું દેશી દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયું છે. રાજકોટ શહેરમાં અગાઉ પણ દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે માંડા ડુંગર વિસ્તારમાં પણ દેશી દારૂની ભઠ્ઠી ધમધમતું હોવાની પોલીસને વિગત મળી હતી. આ વિગતના આધારે પોલીસ સ્થળ પર પહોંચી હતી અને દરોડા પાડ્યા હતા.