રાજકોટના વીંછીયા તાલુકાના થોરીયાળી ગામના ઘનશ્યામભાઈ રાજપરા પર લેન્ડગ્રેબિંગની ફરિયાદને લઈને જૂની અદાવતનો ખાર રાખીને મર્ડરનું પ્લાનિંગ કરીને કરુણ હત્યા કરવામાં આવી છે. 7 શખ્સો દ્વારા કુહાડી, લાકડી લોખંડની પાઈપ પડે બોટાદ રોડ પર વેન્ડિંગ વર્કસની દુકાને રાત્રે 8 વાગ્યાની આસપાસ 7 શખ્સો ગાડી અને એક બાઈક લઈને જીવલેણ હુમલો કરી ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા.
માથાના ભાગે કુહાડીનો ઘા મારવામાં આવ્યો
વીંછીયામાં બોટાદ રોડ પર જીવલેણ ઘનશ્યામ રાજપરા પર હુમલો કરવામાં આવ્યો, ઘનશ્યામ રાજપરાને બે હાથ અને બે પગ ભાગી નાખવામાં આવ્યા અને માથાના ભાગે કુહાડીનો ઘા મારવામાં આવ્યો, ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં ઘનશ્યામ રાજપરાને ખાનગી વાહનમાં વીંછીયાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા અને ગંભીર ઈજાને લઈને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા અને ચાલુ સારવાર દરમિયાન છેલ્લા શ્વાસ લીધા અને હોસ્પિટલમાં જ તેમનું મોત નીપજ્યું.
લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થતાં મકાન પાડી દેવામાં આવ્યા
મૃતકના પત્ની હંસાબેન ઘનશ્યામભાઈ રાજપરા સહિતના સમાજના લોકોએ વીંછીયા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર અને મૃતકના પત્નીએ કહ્યું કે જ્યાં સુધી આરોપી પકડાય નહીં અને અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી મામલતદાર કચેરીમાં જ બેસીશું અને મૃતદેહ નહીં સ્વીકારવાનું કહ્યું. થોરીયાળી ગામમાં લેન્ડ ગ્રેબિંગનો નવો કાયદો આવ્યો, ત્યારે જ આ વિસ્તરમાં પહેલી ફરિયાદ મૃતક ઘનશ્યામ રાજપરા પર થોરીયાળી ગામના રબારી સમાજના લોકો દ્વારા કરવામાં આવી હતી અને ઘનશ્યામ રાજપરાના સરકારી ખરબાની જમીન પર ગેરકાયદેસર રહેણાંક મકાન બનાવવામાં આવ્યા હતા અને ઘનશ્યામ રાજપરા પર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થતાં મકાન પાડી દેવામાં આવ્યા.
મૃતકની 4 દીકરી અને એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી
ત્યારબાદ થોરીયાળી ગામના રબારી સમાજ અમુક અમુક લોકોએ ગેરકાયદેસર દબાણ કર્યું હોઈ તેની સામે ઘનશ્યામ રાજપરાએ લેન્ડગ્રેબિંગની ફરિયાદ કરેલી હતી, ત્યારે સામે પક્ષે આયોજન પૂર્વક ઘનશ્યામ રાજપરાને જાનથી મારી નાખવાનું પ્લાનિંગ પૂર્વક મર્ડર કર્યું હોય તેવું-મૃતકના પરિવારજનો કહી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે મૃતકની 4 દીકરી અને એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે, મૃતકના પરિવારને રહેવા માટે કોઈ મકાન નથી, હાલ ભાડાના મકાનમાં રહે છે અને લેન્ડગ્રેબિંગની ફરિયાદે ઘનશ્યામ રાજપરાનો જીવ લીધો અને પરિવારને રહેવા મકાન કોણ આપશે?