રાજકોટ નાગરિક બેંકની હાઈપ્રોફાઈલ ચૂંટણીનું આજે સવારે 10:30 કલાક સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. વિચારધારાની જીતનો જશ્ન કોણ મનાવશે તે પણ નક્કી થઈ જશે. ભાજપ, સંઘ અને બેંક સાથે સંકળાયેલા સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ 78 ટકાથી વધુ મત મામા જૂથની સહકાર પેનલને મળ્યા હોવાની વિગતો મળી રહી છે.
રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં મતગણતરી શરૂ થઇ ગયું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વચ્ચે મત ગણતરી શરૂ કરવામાં આવી છે. કુલ સરેરાશ 96.39% મતદાન થયું છે. રાજકોટ મતદાન કેન્દ્ર પર 96.43% મતદાન થયું છે. 332માથી 320 ડેલીગેટ્સએ મતદાન કર્યું છે.
રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીનું આજે પરિણામ
- ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરી શરૂ
- સહકાર અને સંસ્કાર પેનલ વચ્ચેના જંગનો ફેંસલો
- કુલ સરેરાશ મતદાન 96.39% થયું હતું
- 332માંથી 320 ડેલિગેટ્સે કર્યું હતું મતદાન
- ભાજપ સહકાર પેનલને સમર્થન કરી ચુક્યું છે જાહેર
રાજકોટ કેન્દ્ર પર કુલ 196માથી 189 લોકોએ મતદાન કર્યું છે. જ્યોતીન્દ્ર મહેતાની સહકાર પેનલ અને કલપક મણિયારની સંસ્કાર પેનલ વચ્ચે ચૂંટણી જંગ છે. ભાજપ સહકાર પેનલને સમર્થન જાહેર કરી ચૂક્યું છે.