રાજકોટમાં નકલી પોલીસનો રાફડો ફાટ્યો છે. સતત બીજા દિવસે નકલી પોલીસે એક યુવાનને લુંટી લીધાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. જો કે, ગણતરીના કલાકોમાં પોલીસે આ નકલી પોલીસને ઝડપી લીધો હતો.
જકોટમાં બે દિવસમાં કુલ 5 નકલી પોલીસનો રાફડો ફાટ્યો છે. અત્યાર સુધી અસલી પોલીસના તોડ સાંભળ્યા, પરંતુ હવે નકલી પોલીસના તોડના કિસ્સાઓ રાજકોટમાં વધ્યા છે. બે દિવસમાં વધુ એક નકલી પોલીસની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 2 દિવસમાં વધુ એક નકલી પોલીસની ઓળખ આપી તોડ કરતા શખ્સની ધરપકડ કરી છે. પોલીસે રાજકોટના પોપટ પરામાં રહેતા નિહિર ભાનું કુગશિયાની ઝડપી પાડવામાં આવ્યો છે.
ગત 30 તારીખે યુગલ હોટલમાંથી બહાર નીકળતા જ આ નકલી પોલીસે ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપીને કહ્યું કે, તમે અહીંયા શું કરવા આવ્યા છો? કહીને તોડ કર્યો હતો. આ શખ્સે ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપીને રૂ.50 હજારની માંગણી કરી હતી. યુવકે બદનામીના ડરે 12 હજાર રોકડ અને 19 હજાર ATM માંથી ઉપડી કુલ રૂ.31 હજાર નકલી પોલીસને આપ્યા હતા. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા.
સમગ્ર મામલે પોલીસને ફરિયાદ કરાતા એ ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ગઈ કાલે જ પોલીસે અન્ય 4 શખ્સોની નકલી પોલીસ આપી તોડ અને અપહરણના ગુનાહમાં ધરપકડ કરી છે.બે દિવસમાં રાજકોટ શહેર પોલીસે કુલ 5 નકલી પોલીસની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.