27 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ઓક્ટોબર 16, 2024
27 C
Surat
બુધવાર, ઓક્ટોબર 16, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતવડોદરાVadodaraમાં વરસાદે વધારી ચિંતા, આવતીકાલે તમામ શાળા-કોલેજોમાં રહેશે રજા

Vadodaraમાં વરસાદે વધારી ચિંતા, આવતીકાલે તમામ શાળા-કોલેજોમાં રહેશે રજા


વડોદરામાં ભારે વરસાદને પગલે આવતીકાલે તમામ સ્કૂલ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે શિક્ષણાધિકારીએ આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે.

વિશ્વામિત્રી નદીનું લેવલ હાલમાં 23 ફૂટ પર પહોંચ્યું

તમને જણાવી દઈએ કે વિશ્વામિત્રી નદીનું લેવલ હાલમાં 23 ફૂટ પર પહોંચ્યું છે. ત્યારે નીચાણવાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવા માટે તંત્રએ સૂચના આપી છે. ત્યારે કેટલાક સ્થળોએ બાળકો અને વૃદ્ધોનું રેસ્ક્યુ હાથ ધરાયું છે. ઉપરવાસમાં વરસાદને પગલે નદીનું લેવલ હજુ વધશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આવતીકાલે વરસાદ વરસશે તો રેસ્ક્યુ માટેની ટીમો પણ તૈનાત કરવામાં આવેલી છે. 

વડોદરામાં આજવા સરોવરના જળસ્તરમાં વધારો

વડોદરામાં આજવા સરોવરના જળસ્તરમાં પણ વધારો થયો છે. આજવા સરોવરના જળસ્તર 212.95 ફૂટે પહોંચ્યા છે. પ્રતાપપુરા સરોવરની સપાટી પણ 225.75 ફૂટે પહોંચી છે. ત્યારે વિશ્વામિત્રી નદીની 22.00 ફૂટે પહોંચતા જ એલર્ટ અપાયું છે. વિશ્વામિત્રી નદી કાંઠા વિસ્તારના લોકો પણ એલર્ટ મોડ પર છે.

વડોદરામાં ભારે વરસાદથી ઠેર ઠેર જળબંબાકાર

તમને જણાવી દઈએ કે વડોદરામાં ભારે વરસાદથી ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. બપોરે 2થી 4 વાગ્યા સુધીમાં 3.50 ઇંચ વરસાદ વરસ્યો છે. વડોદરાના નાગરવાડા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે તો કારેલીબાગ મુક્તાનંદ સર્કલ પાસે પણ પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. સંગમ ચાર રસ્તા પાસે અડધું બાઈક ડૂબી એટલું પાણી જોવા મળી રહ્યું છે.

વડોદરાના સુભાનપુરામાં વરસાદી પાણી ભરાયા

વડોદરાના સુભાનપુરામાં વરસાદી પાણી ભરાયા છે. વિવિધ રાજમાર્ગો પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો અટવાયા છે, ત્યારે બીજી તરફ ગરબા મેદાનો પર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. પાણી ભરાતા ગરબા આયોજકોની ચિંતામાં મોટો વધારો થયો છે.  



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય